ETV Bharat / state

વાહનચાલકો માટે રાહતના સમાચાર, જુઓ શું થયા નવા ફેરફારો..? - અમદાવાદ ન્યૂઝ

પહેલી ઓક્ટોબરથી વાહન ચાલકો માટે નવા ફેરફારો અમલી બન્યા છે. જેનાથી વાહનચાલકોને રાહત થશે. ડ્રાઈવિંગ કરતી વખતે આરસી બૂક અને લાયસન્સની હાર્ડકોપી સાથે રાખવામાંથી છૂટ મળી ગઈ છે. આ ઉપરાંત ડ્રાઈવિંગ કરતી વખતે રૂટ જોવા માટે હવે તમે મોબાઈલનો ઉપયોગ કરી શકશો.

central government
વાહનચાલકો માટે રાહતના સમાચાર
author img

By

Published : Oct 1, 2020, 5:04 PM IST

અમદાવાદઃ ડ્રાઈવિંગ કરતી વખતે વાહનમાં સાથે આરસી બુક અને ડ્રાઈવિંગ લાયસન્સની કોપી જેવા ડોક્યુમેન્ટ્સની હાર્ડ કોપી રાખવામાં મુક્તિ મળી છે. હવે તમે વાહન સાથે સંકળાયેલા ડૉક્યુમેન્ટ્સને ફક્ત વેલિડ સોફ્ટ કોપી લઈને ગાડી ચલાવી શકશો. તપાસ દરમિયાન આ ડૉક્યુમેન્ટ્સ પુરી રીતે માન્ય ગણાશે. પહેલી ઓકટોબરથી હાર્ડ કોપી બતાવવાની જરૂર રહેશે નહી. આ માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા મોટર વાહન નિયમ-1989માં સુધારા કરીને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જે પહેલી ઓકટોબરથી લાગું થઈ જશે.

વાહનચાલકો માટે રાહતના સમાચાર
સરકારે કહ્યું કે, પહેલી ઓકટોબરથી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈ-ચલણ સહિત વાહન સાથે જોડાયેલા તમામ દસ્તાવેજને એક આઈટી પૉર્ટલના માધ્યમથી રાખી શકાશે. તપાસ દરમિયાન ઈલેક્ટ્રૉનિક માધ્યમથી તે કાયદેસર ગણાશે. વ્હીકલ ડૉક્યુમેન્ટ્સને બદલે ફિઝિકલી ડોક્યુમેન્ટ્સ (હાર્ડ કોપી)ની માંગ કરાશે નહી. સાથે એમ પણ કહ્યું છે કે, લાયસન્સ ઓથોરિટી દ્વારા અયોગ્ય અને રદબાતલ કરાયેલા ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો પોર્ટલ પર રેકોર્ડ રખાશે અને તે સમયાંતરે તેમાં અપડેટ પણ કરાશે.મહત્વની વાત એ છે કે, ડ્રાઈવિંગ દરમિયાન રૂટ જોવા માટે હવે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકશો. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે મોટર વાહન નિયમ-1989માં કરાયેલા સંશોધન અનુસાર ડ્રાઈવિંગ દરમિયાન રૂટ એટલે કે ગુગલ મેપ પર રસ્તો જોવા માટે મોબાઈલનો ઉપયોગ કરી શકાશે. પહેલી ઓક્ટોબરથી એટલે કે આજથી આ નિયમ લાગુ થઈ ગયો છે. જો મોબાઈલ પર વાત કરતાં તમે પકડાશો તો એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.