અમદાવાદઃ ફિક્કી એફએલઓ (FICCI FLO)ના અમદાવાદ ચેપ્ટરના પૂર્વ ચેરપર્સન બબિતા જૈને એફએલઓ દ્વારા સંચાલિત વેબિનારમાં નવા ચેરપર્સન તરુણા પટેલને બેટન સોંપ્યો હતો, જેમાં દેશભરના 17 ચેપ્ટરના 500 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને 4,000 જેટલા લોકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
તેમણે પોતાની નવી કારોબારી સમિતિના સભ્યોની વરણી કરી કે, જેમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદે- નંદિતા મુંશો, વાઇસ પ્રેસિડેન્ટ પદે- રચના ગેમાવત, સેક્રેટરી પદે- અદિતિ પારેખ જૈન, જોઇન્ટ સેક્રેટરી પદે- નીતિ મહેતા, પૂજા સિંઘવી- ખજાનચી અને સંયુક્ત ખજાનચી પદે -બિંદુ ઠક્કરની નિમણૂક કરાઇ હોવાની જાહેરાત કરી હતી.
તરુણા પટેલ પરફેક્શન અને ડિટેઇલિંગ માટે વિશેષ નજર ધરાવે છે અને ELECON ગ્રૂપ ઓફ કંપનીઝ માટે સેન્ટ્રલાઇઝ્ડ રિસોર્સ સેલ (સીઆરસી)ની પહેલ કરી છે જે વધુ કાર્યક્ષમ અને કોસ્ટ- સેવિંગ પોલિસીઓ અને કામગીરીના નિયમનમાં અગ્રણી છે. તેઓ મધુભાન રિસોર્ટ એન્ડ સ્પાના સીઇઓ પણ છે, જે ગુજરાતમાં એકમાત્ર 5 સ્ટાર રિસોર્ટ છે અને ભારતના 20 શ્રેષ્ઠત્તમ રિસોર્ટ પૈકીનો એક છે.
આ પ્રસંગે ફિક્કી ફ્લોના નવા ચેરપર્સન તરુણા પટેલે જણાવ્યું હતું કે “એફએલઓ અમદાવાદ ચેપ્ટર 2020-21ના ચેપર્સનનું પદ સંભાળવું એ મારા માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ એક નવો પડકાર છે જેનો વર્તમાન સમયમાં આપણે બધા સામનો કરી રહ્યા છીએ. આપણે બધાએ સખત મહેનત અને એક સાથે મળીને એવા ટાસ્ક માટે કામગીરી કરવી પડશે જે કઠિન છે પણ અશક્ય નથી અને આપણું લક્ષ્ય આ પડકારોને નવી તકોમાં ફેરવવાનું હોવું જોઈએ.
ઉપરાંત, તેમણે એવું કહીને વાત આગળ વધારી કે “આપણા ચૂંટાયેલા પ્રેસિડન્ટ જાહ્નાબી ફુખાનની મહાન પહેલથી, અમે ટકાઉ રાષ્ટ્રીય પ્રથાઓ અપનાવીશું અને FLOના 2020 વિઝન તરીકે આર્થિક મહિલા સશક્તિકરણ માટે ટકાઉ આજીવિકાનું નિર્માણ કરીશું. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝમાં હોવાને કારણે અમારી પાસે સસ્ટેઇનેબલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ પણ શોધવાની તક છે.
આ કટોકટીમાં સૂઈ રહેલા મગજની ક્ષમતાઓને વધારવા માટેનું એક વરદાન છે અને આપણા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જાહ્નાબી ફુખાનના માર્ગદર્શન અને ગતિશીલતા સાથે, આપણે આપણા માર્ગનો પ્રકાશ જોઇશું. આ પડકારજનક વર્ષમાં, તમારી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે માર્ગદર્શન અને મદદ લેવી પડશે જે સમાજને નવી દિશા પૂરી પાડશે અને એફએલઓ અમદાવાદ ચેપ્ટરને વધુ ઉંચાઈએ પહોંચવામાં મદદ કરશે.
નિ:શુલ્ક આરોગ્ય અને આંખના ચેકઅપ કેમ્પથી લઇને વારંવાર રક્તદાન શિબિરનું આયોજન કરવુ; ભંડારોમાંથી તમામ માટે માસિક ભોજન, ગામડાઓમાં બાળકીઓ માટે સ્વચ્છતા અને શિક્ષણનુ મહત્વ ફેલાવવું અને તેનો સ્વીકાર, એ તરુણા પટેલની પરોપકારની તથા તેમની સીએસઆર પહેલ મારફતે તેમના માનવીય આત્મા અને સહાનુભૂતિની વ્યાખ્યા આપે છે.
તેમની દેશભક્તિ તેમજ તેમના રાજ્ય અને દેશ પ્રત્યેના પ્રેમ એ મહિલાઓને જીવનના તમામ તબક્કોમાં પ્રેરણા આપી અને માત્ર ગૃહિણી બનીને રહેવાથી વધારે વિચારવા પ્રેરિત કરી છે. છેલ્લાં 30 વર્ષોમાં આ ઝનુને તેમના માર્ગદર્શન હેઠળ છેવાડાના સ્તરે રહેલી મહિલાઓને સ્વતંત્ર રીતે વિચારવા અને મહિલાઓને આગળ વધવામાં મદદ કરી છે.