અમદાવાદ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં બે દિવસ પહેલા મળી આવેલ નવજાત બાળક મામલે (New born baby found in Ahmedabad ) પોલીસે તેની માતાને શોધતા તેની પૂછપરછ (Amraiwadi police caught Mother )માં ચોંકાવનારી બાબતો સામે આવી છે. બાળકની માતા પહેલા પતિ સાથે રહેતી હતી અને તે બાદ પતિએ તેને તરછોડી દેતા તે એક યુવક સાથે પ્રેમમાં પડતા તેણે યુવક સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન યુવકે તેની સાથે શારીરિક સંબંધો બાંધતા તે ગર્ભવતી થઈ હતી, જોકે યુવતી ગર્ભવતી થતા તેનો પ્રેમી પણ તેને મૂકીને ફરાર (Crime Against Women ) થઈ ગયો હતો. જે બાદ યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો, જોકે બાળકના પિતા ન હોઇ તેને કપડાની થેલીમાં મૂકીને યુવતી ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસને જાણ થતા પોલીસે બાળકને સારવાર માટે ખસેડ્યું હતું અને તેની માતાને શોધખોળ શરૂ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આ પણ વાંચો હદ પારની ક્રૂરતા: તરૂણીએ ફૂલ જેવા નવજાતને ત્રીજા માળેથી ફેંક્યું
કેવી રીતે મળી બાળકી અમરાઈવાડીમાં આવેલા મહાલક્ષ્મીનગરમાં એક ઘર પાસે બિનવારસી કપડાંની થેલીમાં નવજાત બાળક (New born baby found in Ahmedabad )મળી આવ્યું હતું. બાળકનો રડવાનો અવાજ સંભળાતા જ આ મામલે આસપાસના લોકોએ કપડાની થેલી ખોલીને જોતા તેમાં એક નવજાત બાળક હતું. આસપાસના લોકોએ બાળકને બચાવવામાટે પેપરથી હવા પણ નાખી હતી. જે બાદ અમરાઈવાડી પોલીસને જાણ કરવામાં આવતા મહિલા પોલીસ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને 108 ને જાણ કરી બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જે બાદ બાળકની માતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસને જાણ થઈ હતી કે 108 દ્વારા એક મહિલાની ડિલિવરી કરાવ્યા બાદ તેને વિસ્તારમાં મૂકવામાં આવી છે અને પોલીસે સિવિલ હોસ્પિટલ જઈને તેની વિગતો જાણતા બાળકની માતાની ઓળખ (Amraiwadi police caught Mother )થઈ હતી.
આ પણ વાંચો નવજાત બાળકીને જમીનમાં દફનાવનારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો
ગર્ભપાત ન કરાવતાં પ્રેમીએ તરછોડી જે બાદ પોલીસે અમરાઈવાડી વિસ્તારમાંથી બાળકની માતાને પકડીને (Amraiwadi police caught Mother )તેની પૂછપરછ કરતા તેણે હકીકત જણાવી હતી કે પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે એકલી રહેતી હતી. તે સમયે એક યુવક તેની સાથે કામ કરતો હોઇ તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે અનૈતિક સંબંધો (Crime Against Women ) શરૂ કર્યા હતાં. જે બાદ યુવતીના પ્રેમીએ તેને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું અને તેણે ગર્ભપાત ન કરાવતા પ્રેમીએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતાં. પોતે પતિ વગરની માતા બની એટલે તેણે હવે કોઈ સ્વીકાર નહીં કરે તેવું વિચારીને નવજાતને ત્યજી દીધું હતું.
પોલીસે પ્રેમી સામે કાર્યવાહી શરુ કરી આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ક્વીક એક્શન લઈને બાળકની માતાને શોધી (Amraiwadi police caught Mother ) કાઢી છે. ટેલિફોનિક વાતચીત કરતા અમરાઈવાડીના પીઆઇ જે.વી રાઠોડે જણાવ્યું હતું કે આ ખૂબ જ સંવેદનશીલ મામલો (Crime Against Women ) હોઇ અમે તરત જ બાળકના વાલીવારસને શોધવાની કામગીરી હાથ ધરી હતી અને પોલીસની મહેનત રંગ લાવી છે. યુવતીને ગર્ભવતી બનાવનાર તેના પ્રેમી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.