અમદાવાદ: ગુજરાતના ગાંધીનગર ખાતે જી-20 ની બેઠક યોજાઇ રહી છે જેના સંદર્ભમાં વિશ્વના અનેક અનેક દેશોના ડેલીગેટ ગુજરાતના મહેમાન બન્યા હતા. જેની અંદર વિશ્વને પટ્ટી સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતના લાવી શકાય તેના વિશે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. નેપાળના નાણાપ્રધાન પ્રકાશ શરણ મહત આજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની મુલાકાત લઈને એક મહત્વની મિટિંગ યોજી હતી. જેથી કરીને ગુજરાતના ઉદ્યોગકારો ત્યાં મૂડી રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સમાં મહત્વની બેઠક: નેપાળ નાણાપ્રધાન પ્રકાશ શરણ મહતે મહત્વ જણાવ્યું હતું કે ભારતમાંથી નીકળતી ગંગા નદી નેપાળમાં અનેક નદીઓ ગંગા સાથે સંકળાયેલી છે જેની અંદર વોટર પ્રોજેક્ટ અને એજ્યુકેશન માટે પણ ખૂબ જ સુંદર જગ્યા ઉપલબ્ધ છે. જેથી અહીંયા ભારતના ઉદ્યોગકારો શરૂ રોકાણ કરી શકે છે. આ ઉપરાંત હિલ સ્ટેશનનો પણ હોવાથી ત્યાં પણ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ શકે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ સાથે અનેક પ્રોજેક્ટ ઉપર MOU કર્યા છે. નેપાળની અંદર રોકાણ કરવા માટેની પૂર્તિ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ ભારતીય ઉદ્યોગકારોએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્સ ડ્યુટી વધારે હોવાની વાત રજૂ કરવામાં આવી હતી. જેમાં આ ડ્યુટી ઘટાડવામાં આવે તેવી ગુજરાતના ઉદ્યોગકારોએ માંગ કરી છે.
'આજે નેપાળના નાણાંપ્રધાન સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગુજરાત અને ભારત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ગુજરાતમાં ટેક્સટાઇલ કેમિકલ કાપડ ઉદ્યોગ કરતી કંપનીઓ નેપાળમાં કેવી રીતે નિકાસ કરી શકે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. નેપાળે છેલ્લા પાંચ સાત વર્ષમાં ઇકોનોમીની દ્રષ્ટિએ ખૂબ જ મોટો ગ્રોથ કર્યો છે. જેના કારણે નેપાળથી ભારતમાં પણ આયાતિ કનેક્શન વધ્યા છે.' -સંદીપ એન્જિનિયર, ઉપપ્રમુખ, GCCI
સિંગલ એવન્યુ માટે એક કમિટી: વધુમાં જણાવ્યું હતું કે નેપાળ અને ભારતનું પણ કનેક્શન ખૂબ જ મહત્વનો છે. તેની સંસ્કૃતિ મંદિરો અને કુદરતી સૌંદર્ય ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. નેપાળ પણ ધીમે ધીમે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. નેપાળ સાથેની આજની મીટીંગથી નવા નવા ઉદ્યોગો ઊભા થશે ગુજરાતના વેપારીઓ પણ વિદેશમાં પોતાના મૂડી રોકાણો કરી શકશે. નેપાળની અંદર ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. નેપાળ દ્વારા સિંગલ એવન્યુ માટે એક કમિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં રોકાણ કરનાર ઉદ્યોગોને તમામ રૂપે મદદ કરવાની તૈયારી પણ દર્શાવી છે.