અમદાવાદ: ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ લાઈનમાં એડમિશન મેળવવા માટે નીટની પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી હોય છે. દરેક માતા પિતા પોતાના દીકરો શું કરશે તેની ચિંતા હંમેશા તેના ઉપર રહેતી હોય છે. અમદાવાદમાં રહેતા દેવ ભાટીયાએ શાળા, ટ્યુશન અને યુટ્યુબમાં વિડિયો જોઈને સારી મહેનત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ થયો છે. ગુજરાતમાંથી 73 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી જેમાંથી 49 હજાર જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થયા છે.
"મારા પિતા એક એકાઉન્ટન્ટ છે. જ્યારે મારી માતા વાસ્તુશાસ્ત્રમાં તજજ્ઞ છે. ત્યારે મારી માતા પહેલેથી જ કહ્યું હતું કે મારો દીકરો મોટો થઈને ડોક્ટર બનશે. અને આ જ તે સાચું પડ્યું છે મેં ધોરણ 9 થી જ NEETની એક્ઝામની તૈયારી શરૂઆત કરી હતી. આજે તે મહેનતનું ફળ મને મળ્યું છે 720 માર્ક્સની પરીક્ષા માંથી 715 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. જેના થકી આજે હું ઓલ ઇન્ડિયામાં 18 મો રેન્ક અને ગુજરાતમાં 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે. જેથી મને ખૂબ જ ખુશી છે"-- દેવ ભાટિયા (NEET પરીક્ષા ગુજરાત 1 રેન્કર)
દરરોજ 16 કલાકની મહેનત: દેવ ભાટીયાએ ધોરણ 9 થી જ NEETની એક્ઝામની શરૂઆત કરી દીધી હતી. ધોરણ 10માં કોવિડના કારણે ખૂબ જ ભારે નુકસાન થયું હતું. ધોરણ 11માં સાયન્સ રાખી B ગ્રુપ પસંદ કર્યું હતું. જેની અંદર શરૂઆતમાં ખૂબ જ સમસ્યા ઉદભવી હતી. પરંતુ જે વિષયની અંદર સમસ્યા લાગતી હતી તેના વિષય સંદર્ભના યૂટ્યુબમાં વિડિયો જોઈ તેનું સોલ્યુશન મેળવતો હતો. આ ઉપરાંત દિવસે 1 વાગ્યા સુધી શાળાની અંદર અભ્યાસ કરતો હતો ત્યારબાદ ઘરે ચાર કલાકની મહેનત અને સાંજે 7 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસમાં જઈને પણ તૈયારી કરતો હતો જેના થકી આજ સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
સોશિયલ મીડિયાથી દૂર: હાલની અંદર લોકો સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ દેવ પાટીયાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો નથી. માત્ર યુટ્યુબ પર અઘરા લાગતા વિષયના વિડીયો જોઈને તૈયારી કરતો હતો. તેણેથી પહેલા તે જ નક્કી કર્યું હતું કે મારે ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ મેડિકલ ફિલ્ડમાં જ જવું છે જેથી સતત 16 કલાકની મહેનત કરી હતી. આરામ મેળવવા માટે વિડીયો ગેમ્સ કે ટેબલ તેની રમત રમીને આરામ કરતો હતો.
ન્યુરોસર્જન બનવાની ઈચ્છા: દેવ ભાટિયાને આગામી સમયમાં AIMS એડમિશન પ્રાપ્ત કરીને MBBS કરવું છે. પોતાના પિતા ડોક્ટર ન બની શક્યા પરંતુ તે CA બન્યા છે. પરંતુ માતાએ કરેલું અનુમાન અને પિતાનું સપનું પૂર્ણ કરવા માટે દીકરો હવે મેડિકલ ફિલ્ડમાં જઈ રહ્યો છે તે આગામી સમયમાં MBBS કરી ન્યુરોસર્જન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘરે ચાર કલાકની મહેનત અને સાંજે 7 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસમાં જઈને પણ તૈયારી કરતો હતો જેના થકી આજ સુંદર પરિણામ પ્રાપ્ત કર્યું છે.