રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો તેમજ અલગ-અલગ યુનિયનો દ્વારા દેશ વ્યાપી હડતાલ તેમજ ચક્કાજામના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્ર સરકાર તેની ભાગલાવાદી તેમજ બંધારણ લોકશાહી વિરોધી નીતિના કારણે 'જુલ્મ અને શોષણ નહીં સહેંગે, હમારી લડાઈ લડતા રહેંગે' નામના અલગ-અલગ સ્લોગનો આપી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી.
આ રેલીમાં ખૂબ જ મોટા પાયે સફાઈ કર્મચારીઓ તેમજ અન્ય યુનિયનોના કર્મચારીઓ જોડાયા હતા. તેમની માંગણી હતી કે, દેશભરમાં ધર્મના નામે ભાગલા પાડીને બંધારણની જોગવાઇઓનો સરેઆમ ભંગ કરી નાગરિક સુધારણા કાયદો અને NRC બાબતે અફડાતફડીનો માહોલ ખુદ સરકાર જ ઊભો કરી રહી છે.
જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અમલમાં મૂકવાની આવી રહી છે માત્ર અને માત્ર ગણ્યાગાંઠયા અંબાણી-અદાણી જેવા ઉદ્યોગપતિઓને વિદેશી કોર્પોરેટ કંપનીઓને માલામાલ કરી રહ્યા છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે.