અમદાવાદઃ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ હેઠળ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જાહેર સ્થળો પર કલર કામ અને પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા છે. સાથે ટ્રમ્પની સુરક્ષાને લઈને પણ કવાયત હાથ ધરાઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યક્રમને ખાસ બનાવવા માટે વિશેષ અતિથિઓને પણ બોલાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી, રતન ટાટા, આનંદ મહિન્દ્રા, સચિન તેંડુલકર અને કપિલદેવ પણ હાજર રહેશે. આ ઉપારાંત બોલીવુડ તથા ઢોલીવુડના કલાકારો પણ હાજર રહેશે. ત્યારે ગુજરાતમાં ટ્રમ્પના સ્વાગત માટે શહેરમાં મોદી અને ટ્રમ્પના ફોટા સાથેના હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોના દિવસે પીએમ મોદી અને ટ્રમ્પની મિત્રતાના પોસ્ટરો લગાવ્યા છે. આ હોર્ડિંગ્સ AMC દ્વારા લગાવવામાં આવ્યા છે. ટ્રમ્પની સુરક્ષાના તમામ સાધનસામગ્રી સોમવારે અમદાવાદ પહોંચી ચૂક્યા છે. આ ભવ્ય રોડ શોની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, ટ્રમ્પના સ્વાગતમાં કોઈ પણ કમી ન રહી જાય તેનું ધ્યાન ખાસ રાખવામાં આવ્યું છે.