ETV Bharat / state

રોડની રજૂઆત મામલે ઉગ્ર બોલાચાલી, કમિશ્નરે કોર્પોરેટરને કહ્યું- "સ્ટુપિડ, બ્લડી-રાસ્કલ" - મ્યુનિસિપલ કમિશનર

અમદાવાદ: સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવા પશ્ચિમ ઝોન ખાતે આવેલી ઓફિસમાં બેઠક યોજાઇ હતી. જેના 10 થી 15 મિનિટ બાદ કોર્પોરેટરોએ 2017થી રોડ નહીં બનવાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સમક્ષ કરી હતી. રજૂઆત ઉગ્ર બનતા મ્યુનિસિપલ કમિશનર બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.

રોડની રજૂઆત બની ઉગ્ર બોલાચાલીનું કારણ
રોડની રજૂઆત બની ઉગ્ર બોલાચાલીનું કારણ
author img

By

Published : Dec 9, 2019, 10:30 PM IST

Updated : Dec 9, 2019, 11:10 PM IST

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ખરાબ હોવાની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જેની અસર કમિશનર વિજય નેહરા પર થઇ છે. રસ્તાના મુદ્દે ચૂંટાયેલા કોર્પોરેટરોએ કમિશનર સમક્ષ વાતો રજૂ કરતા તેઓ લાલ પીળા થઇ ગયા હતા. ચર્ચાનું રુપ ઉગ્ર બોલાચાલીએ લઇ લીધું હતું. કમિશનરે કોર્પોરેટરને સ્ટુપિડ અને બ્લડી, રાસ્કલ જેવા અપશબ્દો કહેતાં વિવાદ સર્જાયો હતો. આ અંગેનો વિવાદ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ શાસકો વચ્ચે જોવા મળી રહ્યો છે.

રોડની રજૂઆત બની ઉગ્ર બોલાચાલીનું કારણ
કમિશનર અને વેજલપુર ભાજપના કોર્પોરેટર દિલીપ બગડીયા વચ્ચે આ બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ કમિશનર સહિતના અધિકારીઓ બેઠક છોડીને જતા રહ્યા હતા. મહત્વનું છે કે, આ પહેલા પણ યોજાયેલી બેઠકોમાં ઉગ્ર ચર્ચા થઈ ચૂંકી છે. આ સમગ્ર મામલો અગ્રણી સુરેન્દ્ર પટેલ સુધી પહોંચ્યો હતો. આ પહેલા પણ CGROAD નવિનીકરણ અને જેટ પ્રોજેક્ટમાં પણ બંને પક્ષે વિખવાદ થયો હતો.કોર્પોરેટરો 2017થી રોડ ન બની રહ્યા હોવા અંગેની રજૂઆત કરી રહ્યાં હતા, અને જણાવ્યું કે 2017માં એવોર્ડ સમિતિમાં લખીને આપેલા રોડ છે તે હજી પણ બન્યા નથી.

Intro:અમદાવાદઃ

બાઇટ: અમુલ ભટ્ટ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)
બાઇટ: દિલીપ બગડીયા (ભાજપ કોર્પોરેટર)

છેલ્લા દસ થી પંદર દિવસથી દરેક જણની મીટીંગ ચાલી રહી છે અને આવનારા ઇલેક્શન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવા સમયે આજે સવારે 10 વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવા પશ્ચિમ ઝોન ખાતે આવેલી ઓફિસમાં બેઠક યોજાઇ હતી જેના 10 થી 15 મિનિટ બાદ કોર્પોરેટરોએ 2017ના રોડ નહીં બનવાના રીતે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સમક્ષ રજૂઆત કરી હતી અને એ રજૂઆત ઉગ્ર બનતા મ્યુનિસિપલ કમિશનર બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.

Body:અમદાવાદ શહેરના છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ખરાબ હોવા સહિતની બાબતો અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે જેને લઇને અસર કમિશનર વિજય નેહરા પર થઇ છે ત્યારે આજે રોજ રસ્તાના મુદ્દે ચુંટાયેલા કોર્પોરેટરોએ કમિશનર સમક્ષ વાત રજુ કરતા તેઓ લાલ પીળા થઇ ગયા હતા અને એક ઉગ્ર બોલાચાલી થઇ હતી જેમાં કમિશનરે કોર્પોરેટરને સ્ટુપીડ અને બ્લડી રાસકલ જેવા અપશબ્દો કહેતાં વિવાદ સર્જાયો હતો આ અંગેનો વિવાદ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ શાસકો વચ્ચે જોવા મળી રહ્યો છે.

આ બોલાચાલી કમિશનર અને વેજલપુર ભાજપના કોર્પોરેટર દિલીપ વચ્ચે થઈ હતી જ્યારે કમિશનર વિજય નેહરા સાથે ગ્રહ બોલાચાલી બાદ કમિશનર સહિતના અધિકારીઓ બેઠક છોડીને જતા રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ યોજાયેલી બેઠકોમાં ઉગ્ર ચર્ચા થઈ ચૂકી છે આ સમગ્ર મામલો ભાજપના કોર્પોરેટરો નો કાફલો અગ્રણી સુરેન્દ્ર પટેલ પાસે પહોંચ્યો હતો આ પહેલા પણ સીજીરોડ નવીનીકરણ અને જેટ પ્રોજેક્ટ માં મને પણ બંને પક્ષે વિખવાદ થયો હતો.

કોર્પોરેટરો 2017 થી રોડ ન બની રહ્યા હોવા અંગે રજૂઆત કરી રહ્યા હતા અને જણાવ્યું કે 2017માં એવોર્ડ સમિતિમાં લખીને આપેલા રોડ છે તે હજી પણ બન્યા નથી અને સ્વાભાવિક છે કે બે વર્ષથી રોડ ના થાય એટલે કોર્પોરેટરનો આક્રોશ હોય એટલે કમિશનર ગરમ થઇ ગયા અને બેઠક છોડીને જતા રહ્યા.

Conclusion:
Last Updated : Dec 9, 2019, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.