ETV Bharat / state

MPHW Recruitment AMC : AMC MPHW ભરતી વિવાદ, કોર્પોરેશન ઓફિસે ઉમેદવારો ઉકળ્યા - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ અંતર્ગત MPHW ની 344 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. પરંતુ સરકારના ઠરાવ મુજબ મલ્ટી પર્પસ હેલ્થ વર્કરમાં માત્ર પુરુષો જ સમાવેશ કરવામાં આવે તેવો ઉલ્લેખ હતો. ત્યારે કોર્પોરેશન દ્વારા મહિલાઓની ઉમેદવારી મંગાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પુરુષ ઉમેદવારોએ અમદાવાદ કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપ્યું હતું.

MPHW Recruitment AMC
MPHW Recruitment AMC
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 6:17 PM IST

AMC MPHW ભરતી વિવાદ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા અનેક ભરતી બહાર પાડવામાં આવતી હોય છે. જેમાં અનેક યુવાનોને રોજગાર પૂરો પડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની 344 જેટલી જગ્યાની ભરતી બહાર પાડવામાં આવે છે. પરંતુ ભરતી પડ્યાના એક દિવસમાં જ તેમાં વિવાદ ઉભો થયો છે. સરકારના આરોગ્ય વિભાગના ઠરાવ પ્રમાણે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરમાં પુરુષોનો જ સમાવેશ કરવાનો ઠરાવ છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓની પણ ઉમેદવારી મંગાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

MPHW ભરતી : આ અંગે પ્રતીક આહિરના ઉમેદવારે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરહંમેશ વિવાદાસ્પદ ભરતી ઊભી કરીને ભરતીને અડચણરૂપ કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. MPHW ની 344 જેટલી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર તરીકે માત્ર પુરુષો જ ઉમેદવારી કરી શકે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભરતીમાં મહિલા ઉમેદવારોની પણ અરજી મંગાવવામાં આવી છે. જેને લઈને આજે ઉમેદવારો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે. આ ભરતીમાં માત્ર પુરુષોને જ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 344 જેટલી જગ્યા પર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં લાયકાત પ્રમાણે ગવર્મેન્ટ માન્ય આર. એન.આર.એમ અથવા ફીમેલ હેલ્થ વર્કર કોર્સ અથવા મલ્ટી પર્પસ હેલ્થ વર્કર કોર્સ પાસ થયેલ હોવું જરૂરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ જ પ્રમાણે ભરતી બહાર પાડવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારના ઠરાવનું ઉલ્લંઘન થયું હતું. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ફરી એકવાર ગુજરાત સરકારના ઠરાવનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.-- પ્રતીક આહીર (MPHW ઉમેદવાર)

શું હતો ઠરાવ ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય કમિશનના તંત્ર હેઠળના જાહેર આરોગ્યના વિવિધ કાર્યક્રમો માટે મંજુર થયેલ વર્ગ 3 ના કુલ 32 સંવર્ગોની એકત્રીકરણ કરીને ચાર સંવર્ગો બનાવવામાં આવેલ છે. જે પૈકી મલ્ટી પર્પસ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગના નામાભિધાનમાં સુધારો કરીને ક્રમ 2ના વિભાગમાં સરખા ક્રમાંકના તારીખ 29 જાન્યુઆરી 2022 ના રોજ ઠરાવથી મલ્ટી પર્પસ હેલ્થ વર્કર કરવામાં આવેલ હતું. આ બાબતે કાળજીપૂર્વકની વિચારણાના અંતે વિભાગના સરખા ક્રમાંક 2 29 જાન્યુઆરી 2022 ના સુધારો ઠરાવ મૂળ અસરથી રદ કરવામાં આવે છે. તેમજ ક્રમ 1 વિભાગનો સરખા ક્રમાંકનો 24 ફેબ્રુઆરી 2014 નો ઠરાવ યથાવત રાખવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ ઠરાવ સુધારવામાં આવ્યો હતો.

કોર્પોરેશન ઓફિસે ઉમેદવારો ઉકળ્યા
કોર્પોરેશન ઓફિસે ઉમેદવારો ઉકળ્યા

સુરતનો બનાવ : ઉલ્લેખનીય છે કે, આ ભરતી મુદ્દે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવને માન્ય ગણ્યો ન હતો. જેના થકી ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં સૂચન કર્યું કે, મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની જગ્યા પર પુરુષ અને મહિલા બંનેની જાહેરાત બહાર પાડી લેખિત પરીક્ષા જીટીયુ દ્વારા 26 ફેબ્રુઆરી 2023 ના રોજ યોજવામાં આવી હતી. તેનું પરિણામ 29 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ જ ટૂંક સમયમાં જ મેરીટ લીસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

સરકારનો ઠરાવ : આ અંતર્ગત નોટિસ પાઠવતા જણાવ્યું હતું કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં જણાવેલ હોવા છતાં સરકારના 31-5-2022 ના ઠરાવનું ઉલ્લંઘન કરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરુષ અને મહિલાની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેથી ભરતી બાબતે આપના કોર્પોરેશન હસ્તક કોઈપણ પ્રશ્નો ઉદ્ભવશો તો તેની જવાબદારી સુરત કોર્પોરેશનની જ રહેશે, જે મુદ્દે સરકાર દ્વારા પણ નોટિસ પાઠવવામાં આવી હતી.

  1. Ahmedabad Corporation: અમદાવાદ કોર્પોરેશન બન્યું કૌભાંડ કેન્દ્ર, બ્રિજથી લઈને બિલ સુધી કરોડોના ગોટાળા
  2. Ahmedabad News: અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસમાં ઉછાળો, કેસનો આંક પહોંચ્યો 700ને પાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.