ETV Bharat / state

National Highway: રાજ્યમાં ગયા વર્ષે 3 હજાર કરોડના હાઈવેના પ્રોજેક્ટ થયા મંજૂર, કેન્દ્રિય પ્રધાને આપી માહિતી - MP Parimal Nathwani question in Rajya Sabha

ગુજરાતમાં 50,013 કરોડ રૂપિયાના ખર્ચે 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાઓ છેલ્લા 3 વર્ષમાં મંજૂર થઈ છે. આ અંગે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીને પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં કેન્દ્રિય પ્રધાને સમગ્ર માહિતી આપી હતી.

National Highway: રાજ્યમાં 3 વર્ષમાં 50,013 કરોડના ખર્ચના 84 હાઈવેના પ્રોજેક્ટ થયા મંજૂર, કેન્દ્રિય પ્રધાને આપી માહિતી

author img

By

Published : Mar 16, 2023, 10:30 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન 3,193.53 કરોડ રૂપિયાના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓને મંજૂરી મળી છે. ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ પરિયોજનાઓને લીલીઝંડી આપી છે અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન કુલ 50,013 કરોડ રૂપિયાના ખર્ચે અને કુલ 2077.46 કિલોમીટરની લંબાઈને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પૂલ, નાના અને મોટા પૂલ અને બ્લેક સ્પોટ રેટિફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે. અથવા તો તેના કામ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Rajkot Marketing Yard: વરસાદની આગાહીને પગલે યાર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય

કેન્દ્રિય પ્રધાને રાજ્યસભામાં આપ્યો જવાબઃ કેન્દ્રિય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ 15 માર્ચ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઊઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં પૂર્ણ થયેલા/નિર્માણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. તેમણે આગામી 3થી 5 વર્ષ માટે રાજ્ય માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ (આયોજિત રોકાણો સહિત) વિશેની વિગતો પણ માગી હતી.

કેન્દ્રિય પ્રધાને આપી માહિતીઃ

ધોરીમાર્ગોના વિકાસની કામગીરી ચાલુ છેઃ પ્રત્યુત્તરમાં આગામી 3થી 5 વર્ષ માટે પ્રસ્તાવિત યોજનાઓ પરના પ્રશ્નના સંદર્ભમાં કેન્દ્રિય પ્રધાને જવાબ આપ્યો હતો કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને જાળવણીએ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડીપીઆર, ટ્રાફિકનું પ્રમાણ, અગ્રતાક્રમ અને સંશાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનારી યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. કેન્દ્રિય પ્રધાને એમ કહીને પ્રશ્નનો ઉત્તર પૂર્ણ કર્યો હતો કે, આગામી 3થી 5 વર્ષ માટે કોઈ યોજનાને મંજૂરી આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ Jamnagar Marketing Yard: હાપા યાર્ડમાં માવઠાની આગાહીને લઇ લેવાયો મોટો નિર્ણય

આગામી સમયની મહત્વની યોજનાઓઃ સાબરમતી નદી પર 820 કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન એલિવેટેડ કોરિડોર, શાસ્ત્રી બ્રિજ સહિત સાબરમતી નદી પર રૂ. 68.42 કરોડના ખર્ચે વધારાનો ફોર લેન બ્રિજ અને તેના એપ્રોચીસ, એનએચ-68ના પાટણ-ગોઝારિયા વિભાગના કુલ 76.94 કિમી લંબાઈના માર્ગનું 1181.34 કરોડ રૂપિયાના ખર્ચે અપગ્રેડેશન, એનએચ-927ડી પર ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનના કુલ 58.115 કિલોમીટર લંબાઈના માર્ગને પહોળો કરવા તથા તેનું મજબૂતીકરણ કરવા 246.6 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.