ETV Bharat / state

અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ફેરવાયું પોલીસ છાવણીમાં - અમેરિકન પ્રમુખ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મી ફેબ્રુઆરીના રોજ મોટેરા સ્ટેડિયમ આવવાના છે. જેને લઇને મોટેરા સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ આજે પોલીસ કર્મી અને ઉચ્ચ અધિકારીઓ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. જેનાથી સમગ્ર મોટેરા સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

મોટેરા સ્ટેડિયમ ફેરવાયું પોલીસ છાવણીમાં
મોટેરા સ્ટેડિયમ ફેરવાયું પોલીસ છાવણીમાં
author img

By

Published : Feb 20, 2020, 5:20 PM IST

અમદાવાદ : બંને મહાનુભાવોની મુલાકાતને પગલે મોટેરા સ્ટેડિયમમાં પોલીસ દ્વારા કિલ્લાબંદી કરી દેવામાં આવી છે. 10,000થી પણ વધુ પોલીસ જવાનો મોટેરા સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં હાજર છે. સ્ટેડિયમના તમામ ખૂણે પોલીસ જવાનો દેખાઈ રહ્યા છે. બહારના જિલ્લામાંથી આવેલા પોલીસ કર્મીઓએ આજે મોટેરા સ્ટેડિયમ ખાતે રિપોર્ટિંગ કર્યું હતું અને તેમને બંદોબસ્ત પણ આપી દેવામાં આવ્યો છે.

મોટેરા સ્ટેડિયમ ફેરવાયું પોલીસ છાવણીમાં
આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં અલગ અલગ જિલ્લાના પોલીસ વડા, રેન્જ આઈજી, ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. તમામ પોલીસકર્મીઓને સુરક્ષાને લઈને સૂચનાઓ આપી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓને કેટલીક જવાબદારી સોંપી દેવામાં આવી છે. SPGના જવાનો દ્વારા પણ સ્ટેડિયમનું સત્તત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવેલા પોલીસકર્મીઓને પાસ આપવામાં આવ્યા છે. જેથી બંદોબસ્તમાં જતા પણ પાસ સાથે રાખવો ફરજીયાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.