- સોશિયલ મીડિયામાં થયેલી મિત્રતા પડી શકે છે ભારે
- બિભત્સ વીડિયો કોલ કે ફોટો મોકલીને કરવામાં આવે છે બ્લેક મેલ
- સાયબર ક્રાઈમમાં રોજની 4-5 અરજીઓ આવે છે
અમદાવાદ: આજની પેઢીના યુવા યુવતીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ખૂબ જ ઝડપથી લોકો સાથે મિત્રતા પણ કરી લેતા હોય છે. તેવામાં ક્યારેક મિત્રતા ભારે પણ પડી શકે છે અને યુવકે કે યુવતી સાયબર ક્રાઈમનો ભોગ પણ બની શકે છે.
ઘણા કેસમાં માત્ર પ્રયત્ન જ થાય છે
કેટલાક કેસમાં આ રીતે વીડિઓ કોલ કે ફોટા અથવા વીડિઓ મગાવીને તેના આધારે બ્લેક મેલ કરવામાં આવે છે જ્યારે ભોગ બનનારા તરફથી પ્રતિસાદ ના મળતા આરોપી તરફથી પ્રયત્ન કરવામાં આવે છે એટલે ભોગ બનનારા પોલીસને જાણ કરતા નથી.
સાયબર ક્રાઈમ DCP અમિત વસાવના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના આ પ્રકારના કેસમાં આરોપીઓ મોટા ભાગે રાજસ્થાન અને હરિયાણાના હોવાનું સામે આવ્યું છે. કેટલાક કિસ્સાઓમાં ગેંગ પણ સક્રિય હોઇ છે.