ETV Bharat / state

રાજ્યમાં કોરોનાના 40 ટકાથી વધુ કેસ લોકલ ટ્રાન્ઝમિશનથી ફેલાયાં - કોરોના લોકલ ટ્રાન્સમિશન

કમ્યુનિટી ટ્રાન્ઝમિશનના વધતાં કેસને લીધે કોરોનાની મહામારી ત્રીજા તબક્કામાં પહોંચી હોવાની સત્તાવાર માહિતી હજુ બહાર પડી નથી પરંતુ એક અનુમાન પ્રમાણે રાજ્યમાં કોરોનાના 40 ટકાથી વધુ કેસ લોકલ ટ્રાન્ઝમિશનથી ફેલાયાં છે.

રાજ્યમાં કોરોનાના 40 ટકાથી વધુ કેસ લોકલ ટ્રાન્ઝમિશનથી ફેલાયાં

author img

By

Published : Apr 1, 2020, 3:47 PM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 82 સુધી પહોંચ્યાં છે ત્યારે 40 ટકા જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન એટલે કે વિદેશ કે દેશમાં મુસાફરીની ટ્રાવેલ હિસ્ટ્રી વગર થયા હોવાનું સામે આવ્યું છે. હાલ સુધીમાં રાજ્યમાં કોરોનાથી 6 લોકોના મોત થઈ ચૂક્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ છ લોકોના મોત પૈકી બે લોકોમાં રોગ કઈ રીતે લાગ્યું એ જાણી શકાયું નથી. કમ્યુનિટી ટ્રાન્ઝમિશનના વધતાં કેસને લીધે કોરોનાની મહામારી ત્રીજા તબક્કામાં પહોંચી હોવાનું જણાઈ આવે છે. આ અંગે સરકારે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 46 વર્ષીય મહિલા અને 47 વર્ષીય પુરુષના કેસમાં કમ્યુનિટી ટ્રાન્ઝમિશન હોઈ શકે કારણ કે બંનેને ચેપ ક્યાંથી લાગ્યો એ હાલ જાણી શકાયું નથી.

રાજ્યના આરોગ્ય સચીવ જયંતી રવિએ રવિવારે થયેલી પ્રેસમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસને લઈને આગામી બે સપ્તાહ મહત્વપૂર્ણ સાબિત થશે. લોકલ ટ્રાન્ઝમિશન ત્યારે થાય છે જ્યારે વિદેશથી આવેલા વ્યક્તિના સંપર્કથી આવેલા વ્યક્તિને ચેપ લાગે અને એ વ્યક્તિથી કોઈ અન્ય વ્યક્તિને ચેપ લાગે. વલ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન આ પરિસ્થિતિને બીજા તબક્કાનું ગણી રહ્યું છે. લોકો કોરોના વિશે હજી પણ વધુ જાણતા ન હોવાથી ચેપ વધુ ફેલાઈ શકે છે.રાજ્ય સરકાર દ્વારા સોમવારે જારી કરાયેલા આંકડા પ્રમાણે 33 લોકોને લોકલ ટ્રાન્ઝમિશન થકી ચેપ લાગ્યો હતો જ્યારે 32 લોકોની વિદેશ મુલાકાતની હિસ્ટ્રી ધરાવે છે.

રાજ્યમાં કુલ છ લોકોના મોત થયાં જે પૈકી ત્રણને લોકલ ટ્રાન્સમિશન થકી ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઘણાં કેસમાં ચેપ કઈ રીતે લાગ્યો એ જાણી શકાયું નથી. ભાવનગરના માતાપુત્રના કેસમાં પણ ચેપ કઈ રીતે લાગ્યો એ જાણી શકાયું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.