અમદાવાદ : યુદ્ધગ્રસ્ત યુક્રેન માંથી ભારતીય વિદ્યાર્થીઓને (Ukraine Russia war) પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા 'ઓપરેશન ગંગા' મિશન હાથ ધરાયું છે. કેન્દ્ર સરકારે ચાર પ્રધાનોને યુક્રેનની બોર્ડરે આવેલા વિદ્યાર્થીઓને પરત લાવવા મોકલ્યા છે.
આ પણ વાંચોઃ Russia Ukraine War : યુક્રેનથી વિદ્યાર્થીઓ સુરત પહોંચતા લોકોના હર્ષના આંસુ છલકાયા
આજે 146 વિદ્યાર્થીઓ પરત આવશે
કેન્દ્ર સરકાર યુદ્ધગ્રસ્ત યુક્રેનથી સી-17 ગ્લોબમાસ્ટર દ્વારા ભારતીયોને પરત લાવવા ઇન્ડિયન એરફોર્સને જોડી રહી છે. ત્યારે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જાહેર કર્યું છે કે, આજે ગાંધીનગર ખાતે યુદ્ધગ્રસ્ત યુક્રેન માંથી વધુ 146 ગુજરાતી વિદ્યાર્થીઓને (Students from Ukraine Today) પરત લાવવામાં આવશે. આ વિદ્યાર્થીઓને તેમના ઘર સુધી છોડવામાં આવશે. જો કે સરકારે હિંસાગ્રસ્ત શહેરોમાં વિધાર્થીઓને જ્યાં છે, ત્યાં રહેવા અને બહાર ન નીકળવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો : રશિયામાં નિકાસ માટે વીમા કવરેજ પાછું ખેંચ્યું નથી: ECGC
કોંગ્રેસે કશું કર્યું નથી
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ દેશો વચ્ચે (Ukraine Russia War Update) યુદ્ધ થયા છે, જ્યાં ભારતીયો ફસાયા છે. આવા દેશોમાંથી કોંગ્રેસ સરકાર કેટલા ભારતીયોને પરત લાવી છે? તેના આંકડા આપવા જોઈએ.