ETV Bharat / state

અમદાવાદમાં મની સ્પોટ મોબાઈલ ATM સર્વિસ શરૂ - પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ

એક ખાનગી લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (એચપીવાય)એ અમદાવાદમાં મની સ્પોટ મોબાઇલ ATM સર્વિસ શરૂ કરી છે. જેનો આશય લોકડાઉન વચ્ચે લોકોને ઘરઆંગણે મુખ્ય બેંકિંગ સેવાઓ પ્રદાન કરવાનો છે. આ સર્વિસ લોકડાઉનનાં શરૂઆત દિવસોથી કાર્યરત છે અને ગ્રાહકો માટે ATM સેવાઓની સરળ સુલભતા પ્રદાન કરે છે, નહીં તો ગ્રાહકોને ATM સેવાઓ મેળવવા થોડાં અંતરે જવું પડ્યું હોત.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Apr 17, 2020, 9:06 PM IST

અમદાવાદ : મોબાઇલ એટીએમ તમામ દિવસોમાં સવારે 9.00થી રાતનાં 9.00 સુધી કાર્યરત છે અને મોરૈયા ગામમાં એનું સ્ટેશન છે. બીજું મોબાઇલ એટીએમ નારોલ ગામમાં સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રકારનાં સ્થળોમાં મની સ્પોટ મોબાઇલ એટીએમની કામગીરીથી રહેવાસીઓને મોટો લાભ મળે છે. ખાસ કરીને લોકડાઉન જેવી સ્થિતિમાં, જેમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોની અવરજવરને નિયંત્રિત કરી છે.

અમદાવાદમાં મની સ્પોટ મોબાઇલ એટીએમ સર્વિસ શરૂ
આ પહેલ પર ખાનગી કંપની પેમેન્ટ સર્વિસીસના મેનેજિંગ ડાયરેક્ટર રુસ્તોમ ઇરાનીએ કહ્યું હતું કે, “અમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, એટીએમની સંખ્યા ઓછી હોય એવા વિસ્તારોમાં એટીએમ સેવાઓ ઉપલબ્ધ થાય. અમે સમજીએ છીએ કે, ગ્રાહકો માટે નાણાની સુલભતા અને બેંકિંગ સેવાઓ આવશ્યક છે. આ મની સ્પોટ મોબાઇલ એટીએમ દ્વારા તમામ બેંકોના ગ્રાહકો તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને રોકડ રકમ મેળવી શકે છે. હાલ લોકડાઉન દરમિયાન લાંબા અંતરે ગયા વિના લોકો માટે તેમની જરૂરિયાત અનુસાર રોકડ રકમ ઉપાડવી મહત્ત્વપૂર્ણ છે અને સોશિયલ ઇનોવેશનના ભાગરૂપે મની સ્પોટ મોબાઇલ એટીએમ એને સક્ષમ બનાવે છે.”તેમણે ઉમેર્યું હતું કે, “અમને મોબાઇલ એટીએમ સર્વિસ માટે અમદાવાદમાં અતિ સારો પ્રતિસાદ મળ્યો છે. આ રોકડની અનુકૂળ સુવિધા આપે છે એટલે આ પ્રકારનો વ્યવહાર કરનાર લોકોની સંખ્યા વધારે છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે કામ કરીશું અને વિવિધ શહેરોમાં અંતરિયાળ વિસ્તારોની જરૂરિયાતોને પૂર્ણ કરવા આ પ્રકારનાં 25 મોબાઇલ એટીએમ ઉમેરવાની યોજના ધરાવીએ છીએ.”ગ્રાહકો અને સ્ટાફનું રક્ષણ કરવા એચપીવાય એના મની સ્પોટ એટીએમ પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટેશન પગલાંનો અમલ કરે છે. આ કંપની પેમેન્ટ સર્વિસીસ ભારતમાં પસંદગીની નોન-બેંક કંપનીઓ પૈકીની એક છે. જેને દેશમાં વ્હાઇટ લેબલ એટીએમ (ડબલ્યુએલએ) તૈનાત કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) પાસેથી લાઇસન્સ મળ્યું છે. ટિઅર 3થી ટિઅર 6 શહેરો પર કેન્દ્રિત પેમેન્ટ સર્વિસીસ મની સ્પોટ હેઠળ એટીએમ સેવાઓ પ્રદાન કરે છે અને અત્યારે 3500થી વધારે એટીએમ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.