NSUI દ્વારા વિરોધ કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમને પ્રવેશતાં રોકવામાં આવ્યા હતા અને સાથે સાથે મીડિયાકર્મીઓને પણ રોકવામાં આવ્યા હતા. NSUI ના કાર્યકર્તાઓ દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદન આપવાની માગ કરવામાં આવી હતી અને યોગ્ય જવાબ મળે તેની ખાતરી કરવા માટે યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચતા ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે એડમિશન લેવા આવેલ વિદ્યાર્થી અને વાલીઓ પણ પરેશાન થયા હતા
NSUI એ વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાકરણ પહેલેથી ચાલે છે. ગુજરાત યુનિવર્સિટીના પેજ પર આ રીતે અચાનક સાંજે 7 વાગ્યે અને રાત્રે 12 વાગ્યે નરેન્દ્ર મોદી અને અમિત શાહના કાર્યક્રમને લાઈવ કરવા માટે પરવાનગી જરૂરત હોય છે ત્યારે યુનિવર્સિટી દ્વારા જેને પણ પરવાનગી આપી હોય અને જેને પણ લાઇવ કર્યું હોય તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના પ્રો.વાઈસ ચાન્સેલર જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, NSUI દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ તાત્કાલિક ધોરણે સોશિયલ મીડિયા પર લાઇક કરવામાં આવેલ કાર્યક્રમને બંધ કરી દેવામાં આવ્યો હતો અને આજ એટલે કે સોમવારના રોજ તેમના વિરોધ કરવામાં આવતા યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જેમના દ્વારા લાઈવ કરવામાં આવ્યું છે. તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમનું પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમને લાઈવ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા NSUI ના કાર્યકર્તાઓને વિરોધ દર્શાવવામાં આવતા રોકવામાં આવ્યા હતા અને પોતે આ અંગે અજાણ હોવાનું અને યુનિવર્સિટીની કોઈ ભૂલ ન હોવાનું સંચાલકો દ્વારા નાટક કરવામાં આવ્યું હતું