ETV Bharat / state

Modi surname defamation case: સેશન્સ કોર્ટે અરજી ફગાવતા રાહુલ ગાંધીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા - Gandhi knocked on the door of the High Court

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ચાલી રહેલા માનહાનિ કેસમાં સજા પર સ્ટેની અરજી સુરતની સેશન્સ કોર્ટે ફગાવતા મંગળવારે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મુદ્દે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનવણી થશે. સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. હાઇકોર્ટમાં રાહુલ ગાંધીએ રિવિઝન અરજી દાખલ કરી છે.

modi-surname-defamation-case-sessions-court-rejected-the-application-rahul-gandhi-knocked-on-the-door-of-the-high-court

author img

By

Published : Apr 25, 2023, 8:30 PM IST

Updated : Apr 25, 2023, 8:40 PM IST

અમદાવાદ : રાહુલ ગાંધીએ મોદી સરનેમના કેસને લઈને સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. મંગળવારે રાહુલ ગાંધી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે. આ કેસમાં રાહુલ ગાંધીને સુરતની નીચલી કોર્ટે બે વર્ષની સજા ફરમાવી છે. રાહુલ ગાંધી સુરત નીચલી કોર્ટના ચુકાદાને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સેશન્સ કોર્ટે પણ આ ચુકાદાને યથાવત રાખ્યો હતો. ત્યારબાદ આજે રાહુલ ગાંધી દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

સુરત સેશન્સ કોર્ટે અરજી ફગાવી: રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં લોઅર કોર્ટે દોષિત જાહેર કરીને બે વર્ષની સજા ફટકારી હતી. જેની સામે રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં બન્ને પક્ષ વચ્ચેચ દલીલ ચાલી હતી. ગુરૂવારનો દિવસ નિર્ણય માટે નક્કી કરાયો હતો. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ એક લાઈનમાં જ ગુરૂવારે સ્પષ્ટતા કરી કે, અરજી ફગાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર સ્ટે લગાવવા પર કોર્ટે મનાઈ કરી દીધી છે. અરજી ફગાવી દેવાઈ છે. સેશન્સ કોર્ટનો ચૂકાદો આવ્યો એ સમયે રાહુલ ગાંધીના વકીલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. આ પહેલા કોર્ટમાંથી રાહુલ ગાંધીને જામીન મળી જતા આંશિક રાહત મળી હતી.

શું હતો મામલો: 2019 ના લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના પોલાર ખાતે જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોદી સમાજ અને ચોર જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તે સમયે દેશમાં જે કૌભાંડો બહાર આવ્યા હતા. તેમાં મોટે ભાગે નીરવ મોદી અને લલિત મોદીના નામ સામે આવ્યા હતા.

આ પણ વાંચો Lawrence Bishnoi: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, આગામી સમયમાં ડ્રગ્સ કાંડમાં થઈ શકે છે મોટા ખુલાસા

ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ કર્યો હતો કેસ: સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને પૂર્વ પ્રધાન દ્વારા સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસ સુરતની નીચલી કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધી દ્વારા સુરતની સેશન્સ કોર્ટમાં આ ચુકાદાની વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. સુરતની સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખતા આ સમગ્ર મામલો હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

આ પણ વાંચો Delhi liquor scam: CBIએ મનીષ સિસોદિયા સામે ચાર્જશીટ દાખલ કરી, જેલમાંથી બહાર આવવું મુશ્કેલ

Last Updated : Apr 25, 2023, 8:40 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.