ETV Bharat / state

modern tenancy Act:મકાનમાલિક અને ભાડુઆતી વચ્ચેની મુશ્કેલીઓનો હલ લાવશે - Trouble between landlord and tenant

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મોડેલ ટેનન્સી એકટ(modern tenancy law) લાવી રહી છે. મહત્વનું છે કે નવા નિયમોને કારણે મકાનમાલિક અને ભાડુઆતી(Trouble between landlord and tenant ) વચ્ચેની મુશ્કેલીઓનો નિવેડો આવી શકશે. આ એકટમાં જોગવાઈ(modern tenancy Act) છે કે મકાન માલિક તરીકે ભાડે આપેલા મકાનમાં પ્રવેશ મંજૂરી લીધા વિના પ્રવેશ કરી શકાશે નહીં. મકાનમાલિકે આવતા પહેલાના 24 કલાક પહેલા નોટિસ આપીને આવવું પડશે. આ સિવાય રેન્ટ એગ્રીમેન્ટમાં(Rent agreement time limit) લખાયેલા સમય મર્યાદા પૂર્ણ ન થાય ત્યાં સુધી મકાન માલિક ભાડુઆતીને કાઢી શકશે નહીં.

modern tenancy Act:મકાનમાલિક અને ભાડુઆતી વચ્ચેની મુશ્કેલીઓનો હલ લાવશે

author img

By

Published : Dec 6, 2021, 1:54 PM IST

  • રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મોડેલ ટેનન્સી એકટ
  • રેરા ઓથોરિટીની જેમ જુદી ઓથોરિટીની વ્યવસ્થા કરાશે
  • નિયમને કારણે મકાનમાલિક અને ભાડુઆતી વચ્ચેની મુશ્કેલીનું નિરાકરણ

અમદાવાદઃકેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મોડેલ ટેનન્સી એકટ (modern tenancy Act) લાવી રહી છે. મહત્વનું છે કે નવા નિયમોને કારણે મકાનમાલિક અને ભાડુઆતી( Property Holder and Builder )વચ્ચેની મુશ્કેલીઓનો નિવેડો આવી શકશે. મોડેલ ટેનન્સી એકટ લાગુ થવાથી મકાનમાલિકે જો ઘરની દેખરેખ, મરમ્મત અથવા કોઈ અન્ય કારણોસર ભાડેથી આપેલા મકાનમાં પ્રવેશ લેવો હોય તો 24 કલાક પહેલા નોટીસ આપવી પડશે. આ ઉપરાંત બંને પાર્ટીઓ વચ્ચે થતી તકરારના નિરાકરણ માટે પણ અલાયદી વ્યવસ્થા ઉભી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

modern tenancy Act:મકાનમાલિક અને ભાડુઆતી વચ્ચેની મુશ્કેલીઓનો હલ લાવશે

જુના કાયદાઓની સામે મોડેલ એકટથી શું ફાયદો થશે?

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court )એડવોકેટ એસોસિયેશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટએ ETV Bharatને જણાવ્યું કે જેમ પ્રોપર્ટી ધારક અને બિલ્ડર વચ્ચે તકરારોનું નિરાકરણ લાવવા રેરા ઓથોરિટીની વ્યવસ્થા(Arrangement of RERA Authority ) કરવામાં આવી છે તેવી જ રીતે મોડેલ ટેનન્સી એક્ટની(Model Tenancy Act) અમલવારી બાદ કોઈ પણ વિવાદનો ઉકેલ સ્થાનિક સિવિલ કોર્ટમાં નહીં પરંતુ તેની માટે નિમાયેલી જુદી ઓથોરિટી કરશે. આ ઓથોરિટી માત્ર ભાડુઆત અને મકાન માલિક વચ્ચેના તકરારોનું નિરાકરણ લાવવા માટે નિમવામાં આવશે.

મકાનમાલિકે પ્રોપર્ટીનું નિરીક્ષણ કરતા પહેલા નોટિસ પીરિયડ આપવો પડશે

આ એકટમાં જોગવાઈ છે કે મકાન માલિક તરીકે ભાડે આપેલા મકાનમાં પ્રવેશ મંજૂરી લીધા વિના પ્રવેશ કરી શકાશે નહીં. મકાનમાલિકે આવતા પહેલાના 24 કલાક પહેલા નોટિસ આપીને આવવું પડશે. આ સિવાય રેન્ટ એગ્રીમેન્ટમાં લખાયેલા સમય મર્યાદા પૂર્ણ ન થાય ત્યાં સુધી મકાન માલિક ભાડુઆતીને કાઢી શકશે નહીં. પરંતુ જો લાંબા સમય બાદ પણ ભાડું ન આપવામાં આવે અથવા તો પ્રોપર્ટીનો દુરુપયોગ કરવામાં આવે તો મકાનમાલિક મકાન ખાલી કરવા માટે કહી શકશે.

બિલ્ડીંગ સ્ટ્રક્ચરની સારસંભાળ માટે મકાન માલિક અને ભાડુઆત બંને જવાબદાર

એકટ મુજબ બિલ્ડીંગ સ્ટ્રક્ચરની સારસંભાળ માટે મકાન માલિક અને ભાડુઆતી બંને જવાબદાર રહેશે. જો મકાન માલિક પ્રોપર્ટી સ્ટ્રક્ચરમાં કેટલાક સુધારા કરાવે છે તો તેને રિનોવેશનનું કામ પૂર્ણ થયાના એક મહિના બાદ ભાડામાં વધારો કરવાની મંજૂરી રહેશે. જોકે આ સામે ભાડુઆતની સલાહ પણ લેવામાં આવશે. આ સાથે જો પ્રોપર્ટીના સ્ટ્રક્ચરમાં રીનોવેશનની કોઈ જરૂરિયાત જણાઈ આવે અને મકાનમાલિક તે રીનોવેશન કરવાની સ્થિતિમાં નથી તો ભાડુઆતી ભાડામાં ઘટાડો કરવાનું કહી શકશે.

આ પણ વાંચોઃ Book Launch Of Vinayak Savarkar : સાવરકરની વાત કોંગ્રેસે માની હોત તો ભારતનું વિભાજન ન થાત: ઉદય માહુરકર

આ પણ વાંચોઃ Fire Noc Renewal Ahmedabad: જીવનું જોખમ છતા 1386 રેસિડેન્ટ અને 454 કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર NOC રીન્યુ નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.