ETV Bharat / state

મનરેગા યોજનામાં કર્મચારીઓને આઉટ સોર્સિંગમાં લાવવાના સરકારના ઠરાવ પર હાઇકોર્ટે વચ્ચગાળાનો સ્ટે આપ્યો - gujarat

અમદાવાદઃ મનરેગા યોજના હેઠળ કામ કરતા લોકોને આઉટ સોરસિંગમાં મુકવા બાબતે રાજ્ય સરકારના ઠરાવ પર ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે તેના અમલવારી પર હંગામી ધોરણે સ્ટે લાદી દીધો હોવાની વિગતો સામે આવી છે. હાઇકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર, જિલ્લા ગ્રામીણ વિકાસ અધિકારી સહિત 12 પક્ષકારોને નોટીસ પાઠવી આગામી 12મી જૂન સુધીમાં ખુલાસો માંગ્યો છે.

man
author img

By

Published : Jun 7, 2019, 5:03 AM IST

મનરેગા યોજનામાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું હતું કે, સરકાર આગામી મુદ્દત સુધીમાં લોકોને ટર્મિનેટ કરીને આઉટસોર્સિંગ એજન્સીમાં મુકી શકશે નહિ. પ્રથમ દ્રષ્ટીએ સરકારનો પરિપત્ર પ્રાથમિક રીતે ગેરકાયદે લાગ્યું છે. હાઇકોર્ટના આદેશથી આ પરિપત્રના કારણે રાજ્યભરમાં સેંકડો લોકોને પડનાર વિપરીત અસર હવે નડશે નહિ. વર્ષ 2014માં રાજ્ય સરકાર દ્વારા આપેલી જાહેરાત પ્રમાણે ગ્રામ રોજગાર સેવક, ટેક્નિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ પ્રોગામ ઓફિસર, એક્સ્ટેંશન ઓફિસર સહિતના પદો પર તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના મહેકમ સહિતના વિભાગમાં ભરતી કરવામાં આવી હતી.

અરજદારના વકીલ આશિષ આશાવાદીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 2014માં રાજ્ય સરકારે તમામ કર્મચારીઓને ટર્મિનેટ કરવાનો નક્કી કર્યું હતું અને નવા લોકોને લેખિત પરીક્ષા આપી ભરતી કરવાનું આયોજન નક્કી થયું હતું. જો કે, 2400 જેટલા કર્મચારીઓએ સરકારના આ પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

વર્ષ 2016માં હાઈકોર્ટે કર્મચારીઓને નોકરી ચાલુ રાખવા અને ટર્મિનેટ ન કરવાનો આદેશ આપ્યો હતો. અગાઉ 2400 પૈકીના 39 એ અત્યારે તેમના હિતન જળવાતા હોય અને સરકારના ઠરાવથી તેમને ટર્મિનેટ કરવામાં આવશે તેવા ભય સાથે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

R_GJ_AHD_11_06_JUNE_2019_MANREGA_SCHEME_OUT SOURCING_VACHGADA_NO_STAY_HC_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - મનરેગા યોજનામાં કર્મચારીઓને આઉટ સોરસિંગમાં લાવવાના સરકારના ઠરાવ પર હાઇકોર્ટે વચ્ચગાળાનો સ્ટે આપ્યો

મનરેગા યોજના હેઠળ કામ કરતા લોકોને આઉટ સોરસિંગમાં મુકવા બાબતે રાજ્ય સરકારના ઠરાવ પર ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે તેના અમલવારી પર હંગામી ધોરણે સ્ટે લાદી દીધો હોવાની વિગતો સામે આવી છે..હાઇકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર, જિલ્લા ગ્રામીણ વિકાસ અધિકારી સહિત 12 પક્ષકારોને નોટીસ પાઠવી આગામી 12મી જૂન સુધીમાં ખુલાસો માંગ્યો છે....

હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું હતું કે સરકાર આગામી મુદત સુધીમાં લોકોને  ટર્મિનેટ કરીને આઉટસોર્સિંગ એજન્સીમાં મુકી શકશે નહિ..હાઇકોર્ટને પ્રથમ દર્શીયે સરકારનો પરિપત્ર પ્રાથમિક રીતે ગેરકાયદે લાગ્યું છે..હાઇકોર્ટના આદેશથી આ પરિપત્રના કારણે રાજ્યભરમાં સેંકડો લોકોને પડનાર વિપરીત અસર હવે નડશે નહિ. .વર્ષ 2014માં રાજ્ય સરકાર દ્વારા આપેલી જાહેરાત પ્રમાણે ગ્રામ રોજગાર સેવક, ટેક્નિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ પ્રોગામ ઓફિસર, એક્સ્ટેંશન ઓફિસર સહિતના પદો પર તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના મહેકમ સહિતના વિભાગમાં ભરતી કરવામાં આવી હતી...

અરજદારના વકીલ આશિષ આશાવાદીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે 2014માં રાજ્ય સરકારે તમામ કર્મચારીઓને ટર્મિનેટ કરવાનો નક્કી કર્યું હતું અને નવા કર્મચારીઓને લેખિત પરીક્ષા આપી ભરતી કરવાનું આયોજન નક્કી થયું હતું જોકે 2400 જેટલા કર્મચારીઓએ સરકારના આ પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો હતો..

વર્ષ 2016માં હાઈકોર્ટે કર્મચારીઓને નોકરી ચાલુ રાખવા અને ટર્મિનેટ ન કરવાનો આદેશ આપ્યો હતો.. અગાઉ 2400 કર્મચારીઓ પૈકીના 39 કર્મચારીઓએ અત્યારે તેમના હિત ન જળવાતા હોય અને સરકારના ઠરાવથી તેમને ટર્મિનેટ કરવામાં આવશે તેવા ભય સાથે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.