ETV Bharat / state

ધારાસભ્ય પ્રદિપ પરમારે પોલીસ કર્મી સામે લોકોને ઉશ્કેરતા કહ્યું હતું કે, મારો આને આગળ જે થશે એ માટે હું બેઠો છું - પ્રદીપ પરમાર

અમદાવાદ શહેરમાં એક તરફ કોરોના વાઇરસના કારણે લોકો પરેશાન છે, તો બીજી તરફ પોલીસ પણ સતત બંદોબસ્ત કરીને કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ વચ્ચે ભાજપના ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પોલીસને જણાવ્યું હતું કે, બે જ મિનિટમાં સસ્પેન્ડ થઈ જશો. આ સાથે અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમારે હાજર લોકોને ઉશ્કેરતા કહ્યું હતું કે, મારો આને આગળ જે થશે એ માટે હું બેઠો છું.

પ્રદીપ પરમાર
પ્રદીપ પરમાર
author img

By

Published : Mar 9, 2021, 11:13 PM IST

Updated : Mar 10, 2021, 11:54 AM IST

  • અમદાવાદ શહેરમાં ભાજપના ધારાસભ્યની પોલીસ સાથેની દાદાગીરી
  • પ્રદીપ પરમારે સ્થાનિક લોકોને કહ્યું - પોલીસને મારો આને, આગળ જે થશે એ માટે હું બેઠો છું
  • સરકારમાં બેઠેલા ધારાસભ્ય જ કરી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાનો ભંગ

અમદાવાદ : શહેરમાં આવેલી અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઇંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી.

પ્રદીપ પરમાર
ધારાસભ્યે ખુલ્લી ધમકી આપતા ASIને કહ્યું કે, હાથ શું બધું પકડીશ...
પ્રદીપ પરમાર
ક્યા ખોવાઇ જશો કોઇને ખબર પણ નહીં પડે - ધારાસભ્ય પ્રદીપ પરમાર

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા રોડ પર બેફામ પાર્ક કરાયેલા અને નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને ટોઇંગ ક્રેન ટો કરવામાં આવી રહ્યા હતા. ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. પ્રદિપ પરમાપ આ જોઈને ઊભા રહ્યા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવ્યા હતા. જે બાદ પોતે ધારાસભ્ય હોવાનો રૌફ ઝાડવા લાગ્યા હતા. ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેરની પોલીસ એક તરફ કાયદો અને સુરક્ષાનું સતત ધ્યાન રાખી રહી હોય ત્યારે ભાજપના જ ધારાસભ્યનું આ પ્રકારનું વર્તન સરકાર માટે શરમજનક હતું. વાત અહિંયા અટકી ન હતી.

ધારાસભ્યએ ખુલાસો આપતા એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો
  • ધારાસભ્ય પ્રદિપ પરમારે ASI ઉદેસિંહ પટેલનો હાથ ખેંચીને કહ્યું - ઊભા રહો અહીં
  • ASIએ કહ્યું - હાથ ના પકડો
  • ધારાસભ્ય પ્રદિપ પરમારે કહ્યું - હાથ શું બધું પકડીશ
  • જે બાદ ધારાસભ્ય પ્રદિપ પરમારે પોતાની સાથે રહેલા વ્યક્તિને ASIનો ફોટો પાડવા માટે જણાવ્યું હતું.
  • ભાજપના ધારાસભ્યએ ASIને ધમકી આપતા કહ્યું - હું કહું એટલે ઉભું રહેવાનું, નહીંતર સસ્પેન્ડ થઈ જશો, 2 જ મિનિટમાં. તમે ઓળખો છો મને?

સમગ્ર ઘટનાક્રમ અંગે થઈ આસપાસનું ટોળુ એકઠું થઈ જવા છતા ધારાસભ્ય પ્રદિપ પરમારે ધમકી આપવાનું ચાલુ જ રાખ્યું હતું. આ સાથે પ્રદિપ પરમારે કહ્યું કે, આ શીખવાડ્યું છે તમને લોકોને, મારી જોડે ઊભા રહો નહીં તો યાદ કરશો, ક્યાં જતાં રહેશો ખબર પણ નહીં પડે. આટલું કહીને ધારાસભ્યએ ટ્રાફિક DCP તેજસ પટેલને ફોન લગાવ્યો અને કહ્યું કે, ઉદેસિંહ નામનો જમાદાર છે, 3693 બકલ નંબર છે. તેમને રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઈને આવે છે અને વાહન ટોઈંગ કરે છે. જે કહીને DCP સાથે ASIને વાત કરાવી હતી. આ દરમિયાન ધારાસભ્ય પ્રદિપ પરમારે આસપાસ ઉભેલા લોકોને કહ્યું કે, ધોવોને આને હું બેઠો છું. આ પ્રકારે જાહેરમાં દાદાગીરી કરીને ધારાસભ્યએ ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી. માત્ર એટલું જ નહીં, પોલીસકર્મીને બદલી તથા સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી પણ આપી હતી.

આ વાયરલ વીડિયો ઉતારનાર જાગૃત નાગરિક સાથે ETV BHARATના સંવાદદાતા પાર્થ શાહે આ સમગ્ર બાબતે વિગતો મેળવી હતી.

ધારાસભ્ય બહાર આવ્યા ત્યારે માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યા

આ સમગ્ર ઘટનાને લઈને ETV BHARATના સંવાદદાતા પાર્થ શાહ દ્વારા ટ્રાફિક DCP તેજસ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે તેમને કોઈપણ પ્રકારનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો જાહેરમાં ધારાસભ્ય બહાર આવ્યા ત્યારે માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ વાયરલ વીડિયો ઉતારનાર જાગૃત નાગરિક સાથે ETV BHARATના સંવાદદાતા પાર્થ શાહે આ સમગ્ર બાબતે વિગતો મેળવી હતી.

ભાજપના ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાબતે ધારાસભ્યએ ખુલાસો આપતા એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

Last Updated : Mar 10, 2021, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.