અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એક વાર ACB એ સપાટો બોલાવ્યો છે. જેમાં નરોડામાં ACB એ ટ્રેપ ગોઠવીને ગાંધીનગરમાં ફરજ બજાવતા રાજ્ય વેરા ઇન્સ્પેક્ટર વતી લાખો રૂપિયાની લાંચ લેતા વચેટિયોને રંગેહાથ ઝડપી પાડ્યો છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને એક જાગૃત નાગરિકે લાંચ અંગે ફરિયાદ કરી હતી. જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ મામલે ફરિયાદીને સ્ક્રેપ ભરેલું ટ્રક હોય તે ટ્રક સ્ટેટ GSTના અધિકારીઓએ રોક્યું હતું અને દંડ ઓછું કરવા અને વધુ હેરાન ન કરવા માટે 2 લાખ 37 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
આ પણ વાંચો સુરતમાં આકારણી વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયો, શું છે મામલો જૂઓ
લાંચ સ્વીકારતા વચેટિયાને પકડી પાડ્યો : જોકે ફરિયાદીને લાંચ ન આપવી હોય ACB નો સંપર્ક કર્યો હતો અને ACB એ છટકું ગોઠવીને દ્વારકેશ પાન પાર્લર, ગેલેક્ષી ચાર રસ્તા નરોડા ખાતે 2.37 લાખની લાંચ સ્વીકારતા વચેટિયાને પકડી પાડ્યો હતો. તેમજ ગાંધીનગરના રાજ્ય વેરા અધિકારી વિપુલ કનેજીયાને સ્પીકર ફોન પર આ અંગેની વાતચીત કરતા ફરાર થઇ જતા ACB એ પકડવા માટે ટીમો કામે લગાડી છે.
રાજ્ય વેરા અધિકારીની વધુ તપાસ થશે : આ મામલે રાજ્ય વેરા અધિકારીના ઝડપાયા બાદ જ વધુ ખુલાસાઓ સામે આવશે. રાજ્ય વેરા અધિકારી કેટલા સમયથી ફરજ બજાવે છે અને કેટલા લોકો પાસે લાંચ લીધી છે, તેમજ લાંચની રકમથી કેટલા રૂપિયાની મિલકત વસાવી છે, તે તમામ બાબતે એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો એસીબીએ ફરાર રાજ્ય વેરા અધિકારીને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે.
મિલકત સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરાશે આ અંગે ACB ના DYSP કે.બી. ચૂડાસમાએ જણાવ્યું હતું કે આ મામલે પકડાયેલા આરોપીની તપાસ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. GST ઇન્સ્પેકટર ફરાર હોવાથી તેને પકડવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. GST ઇન્સ્પેકટર 8 વર્ષથી ફરજ બજાવે છે ત્યારે તેમના પકડાયા બાદ મિલકત સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરાશે.
આ પણ વાંચો વડોદરા શહેર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ અને એલઆરડી જવાન લાંચ લેતાં ઝડપાયાં, એસીબીની સફળ ટ્રેપ
લાંચ નહીં આપવાની જાગૃતતા : લાંચિયા સરકારી અધિકારીઓ કર્મચારીઓની અવારનવાર એસીબીની ઝપટમાં આવતાં હોય છે. તેવો આ કિસ્સો પણ છે. એસીબીએ નરોડામાં ગોઠવેલી ટ્રેપ સફળ કહી હતી અને ગાંધીનગરમાં ફરજ બજાવતા રાજ્ય વેરા ઇન્સ્પેક્ટર વતી લાખો રૂપિયાની લાંચ લેવાનો ગોરખધંધો પણ બહાર આવી ગયો હતો. એસીબીએ અધિકારી વતી લાંચ લેતાં વચેટિયાને રંગે હાથ ઝડપી પાડ્યો છે.જાગૃત નાગરિકે લાંચ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને કરેલી ફરિયાદના પગલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીનો સ્ક્રેપ ભરેલ ટ્રક સ્ટેટ GSTના અધિકારીઓએ રોક્યો હતો ત્યારે દંડ ઓછો કરવા અને હેરાનગતિ ન કરવાનું જણાવી 2 લાખ 37 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીને લાંચ આપવી ન હતી તેથી ACBને ફરિયાદ કરી હતી. ગાંધીનગરમાં રાજ્ય વેરા અધિકારી વિપુલ કનેજીયાની સંડોવણી બહાર આવતાં તેઓ ફરાર થઇ ગયાં છે. જેથી તેના પકડવા એસીબીની ટીમ કામે લાગી ગઇ છે.