અમદાવાદ: દેશમાં વેપારીઓનું સર્વોચ્ચ સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડ (કેટ) આ વર્ષે દેશભરમાં રક્ષાબંધન ઉત્સવને હિન્દુસ્તાની રાશિ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. કેટનો દાવો છે કે તેનાથી ચીનને 4 હજાર કરોડ રૂપિયાનું નુકસાન જશે તો બીજી તરફ અમદાવાદના ટંકશાળ હોલસેલ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ પણ કહી રહ્યા છે કે આ વર્ષે ખરીદી માત્ર 20 ટકા જેટલી રહી છે. એટલે કે હોલસેલ માર્કેટમાં પણ રિટેલ માર્કેટ જેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રક્ષાબંધન પૂર્વે માર્કેટમાં મંદીનો માહોલ: દર વર્ષ કરતા આ વર્ષે ફક્ત 20 ટકા ખરીદી - AHEMADABAD News
રક્ષાબંધનના તહેવારને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોરોના મહામારીને પગલે આ વર્ષે સિટીમાં કોઈ પણ પ્રકારનો ઉત્સાહ જોવા નથી મળી રહ્યો તેમજ વેપારીઓ પાસે પણ ગ્રાહકો ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે લોકો પણ પોતાની વિકેટ બચાવીને બેઠા છે. એટલે કે કમાવાનું છોડીને ગુજરાન ચલાવી રહ્યા છે તેનું ઉદાહરણ હવે આવતી રક્ષાબંધન માટે રાખડી માર્કેટમાં જોવા મળી રહ્યું છે.
રક્ષાબંધન પૂર્વે માર્કેટમાં મંદીનો માહોલ: