આ કેસમાં મિઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે. અને જો તેમને જામીન આપવામાં આવશે તો પુરાવવા સાથે ચેડા થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતા.કોર્ટમાં આ મુદે પોલીસ દ્વારા સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કુલ દ્વારા લેવવામાં આવેલી બોગ્સ NOC તપાસ માટે મેળવી શકાશે નહિ.
પોલીસે સોંગદનામાં આક્ષેપ કર્યો છે કે, આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. DPS ઈસ્ટ શાળાએ ખોટી NOC મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કુલ સતાધિશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજુર કરવામાં ન આવે.મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસ સુધીમાં પોલીસ આરોપીઓની ધરપકડજ કરી શકે છે.
પહેલા પણ અરજદારના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસ સોંગદનામું રજુ ન કરે ત્યાં સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે તેવી અરજી દાખલ કરતા કોર્ટે તેને માન્ય રાખીને અગામી મુદત સુધીમાં ધરપકડ માંથી રાહત આપી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુઆ સામે બોગ્સ NOC મુદે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જીલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કુલની માન્યતા રદ કરી હતી.