શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ૬૦ ફૂટ x ૬૦ ફુટના ઘેરાવવાળી ગાંધીજીની 150મી જન્મ-જંયતિની થીમવાળી રંગોળી તૈયાર કરવામાં આવી છે. રંગોળીમાં ૧૬૦ કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દીપોત્સવીના પાવન પર્વે શ્રી સ્વામિનારાયણ મંદિરના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં સાધ્યાકાળે ૩૭૦૦ કરતાં વધારે દીવા પ્રગટાવીને આ પર્વને ઉલ્લાસભેર મનાવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતિની થીમ સાથે સ્વચ્છતા અભિયાનને મહત્વ આપતો સંદેશ આપવામાં આવ્યો છે. સ્વચ્છતા અનિર્વાય છે એવો સંદેશ રંગોળી દ્રારા રજુ કર્યો છે. આ રંગોળી 60X60 ફુટની દોરવામાં આવી છે. રંગોળીના નિર્માણ માટે આશરે 160 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રંગોળીનું મહત્વ
ગુજરાતી પ્રજા રંગોળીને સમૃદ્ધિનું પ્રતીક માને છે. ધ્વની, ગંધ, દ્રશ્ય એમ દરેક વસ્તુ વિચારોને પ્રભાવિત કરે છે, એવું વિજ્ઞાન કહે છે. રંગોળીનો સંબંધ રંગો સાથે છે. જુદા જુદા રંગોથી ઉર્જા મળે છે. શરીરની પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. નેગેટિવ એનર્જીને જીવનમાંથી દૂર કરવા તેમજ આવનારા સમયને ખુશીથી ભરી દેવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત રંગોળી કરવાથી કોન્સનટ્રેશન વધે છે અને મગજનો વિકાસ થાય છે.