ETV Bharat / state

અમદાવાદના મણિનગર રેડ ઝોનમાં છતાં પબ્લિક માનતી નથી - કોરોના રેડ ઝોન

અમદાવાદના મણિનગર વિસ્તારને ગઈકાલે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે રેડ ઝોનને ખૂબ જ high alert કરવામાં આવતું હોય છે અને તકેદારીના સૌથી વધુ કડક અને ચુસ્ત પગલાં લેવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવેલો છે. પરંતુ મણિનગરના ઝઘડિયા બ્રિજ ઉપરથી અવરજવર કરતા સામાન્ય દિવસ જેટલો જ ફુલ ટ્રાફિક જોતા એવું લાગતું નથી, કે મણિનગરને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે.

અમદાવાદના મણિનગર રેડ ઝોનમાં છતાં પબ્લિક માનતી નથી

author img

By

Published : May 4, 2020, 6:34 PM IST

Updated : May 5, 2020, 12:25 PM IST

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ મહા આતંક ફેલાવ્યો છે. વિશ્વભરમાં બે લાખથી વધુ લોકોને પોતાના ભરડામાં લીધેલા છે.કોરોના વાઇરસના કારણે હાલમાં સમગ્ર ભારતમાં lock down કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને લોકો ઘરમાંથી બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં પણ ભરવામાં આવ્યાં છે. અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ તેમજ કારમાં ફક્ત બે જ વ્યક્તિને અગત્યનું કામ હોય તો જ બહાર જવાની સૂચના આપવામાં આવેલી છે. માટે એમ કહી શકાય કે વાહનચાલકો માટે પણ બહાર નીકળવાની પરમીશન આપવામાં આવી નથી. હાલમાં અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ સૌથી વધુ જોવા મળે છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અમદાવાદની મધ્યે આવેલી વી એસ હોસ્પિટલની એસ.વી.પી હોસ્પિટલમાં તો દર્દીઓ માટે જગ્યા પણ નથી. એટલે અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં કહી શકાય છે.

અમદાવાદના મણિનગર રેડ ઝોનમાં છતાં પબ્લિક માનતી નથી
અમદાવાદના મણિનગર વિસ્તારને પણ ગઈકાલે રેડ ઝોનમાં મુકવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રેડ ઝોનને ખુબજ high alert કરવામાં આવતું હોય છે. અને તકેદારીના સૌથી વધુ કડક અને ચુસ્ત પગલાં લેવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવેલો છે. પરંતુ મણિનગરના ઝઘડિયા બ્રિજ ઉપરથી અવરજવર કરતા સામાન્ય દિવસ જેટલો જ ફુલ ટ્રાફિક જોતા એવું લાગતું નથી, કે મણિનગરને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે, તેની ખબર ત્યાંના સ્થાનિકોને હોય. અથવા તો ખબર હોવા છતાં પણ પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા વગર જ બેરોકટોક અને નિશ્ચિત પણે કેટલાક લોકો તો માસ્ક પણ પહેર્યા વગર જતા નજરે પડે છે.ઝઘડિયા બ્રિજ ઊતરતાં જ પોલીસ દ્વારા માઈકમાં જોરશોરથી સમજાવવામાં આવી રહ્યા છે કે આ રેડ ઝોન છે, પાછા વળી જાઓ. આટલું કહેવામાં આવતું હોવા છતાં પણ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરી અને ખોટે ખોટા બહાના બતાવી ને લોકો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા જોવા મળતા હતા. અંતે પોલીસે સમજાવી અને છતાં ન સમજતા માઇકને એકબાજુ મૂકી અને સીધી જ વાત કરી સમજાવવાનો પ્રયત્ન કરતાં હતાં.હવે જોવાનું એ રહ્યું કે રેડ ઝોનમાં મુકવામાં આવેલું હોવા છતાં પણ જો મણિનગરની પ્રજા કોરોનાવાયરસની ગંભીરતા સમજી શકતાં ન હોય ત્યારે આવનાર દિવસોમાં આ જ રીતે લોકો બેરોકટોક અવરજવર કરશે તો અમેરિકા અને ઇટલી અને અન્ય વિદેશના જેવી ભારતની હાલત થઈ શકે છે.

Last Updated : May 5, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.