ETV Bharat / state

Makar Sankranti 2023 : પશુ પક્ષી પ્રજાના ગળા કપાઈ એ પહેલા 108નો એક્શન પ્લાન

મકરસંક્રાંતિ પર્વને ગણતરીના દિવસ (Makar Sankranti 2023 in Ahmedabad) બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણને લઇ 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. મકરસંક્રાંતિના દિવસે 4000થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતા સાથે 108 ઇમરજન્સી દ્વારા તૈયારી કરાઈ છે. (Ahmedabad 108 Emergencies service)

Makar Sankranti 2023 : પશુ પક્ષી પ્રજાના ગળા કપાઈ એ પહેલા 108નો એક્શન પ્લાન
Makar Sankranti 2023 : પશુ પક્ષી પ્રજાના ગળા કપાઈ એ પહેલા 108નો એક્શન પ્લાન
author img

By

Published : Jan 11, 2023, 7:38 PM IST

મકરસંક્રાંતિને લઈને 108નો ખાસ એક્શન પ્લાન, તરત સારવાર માટે ખાસ આયોજન

અમદાવાદ : ઉત્તરાયણને લઇને સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ ચાલી રહી છે. બજારમાં લોકો અવનવાં પતંગ અને દોરી ખરીદતાં નજરે પડે છે. ત્યારે આ તૈયારીઓ વચ્ચે 108 ઇમરજન્સી સેવાના (108 emergency service in Ahmedabad) કર્મચારીઓ પણ સજજ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઈજાગ્રસ્ત થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં વધુ અને સમગ્ર ગુજરાતમાં પણ કેસમાં વધારો થાય છે. ત્યારે ગત્ત વર્ષે 14મી અને 15મી જાન્યુઆરીએ 108 કેસમાં વધારો જોવા મળ્યો હતો. જેની સામે આ વર્ષે 14મી જાન્યુઆરીએ 32 ટકા અને 15મી જાન્યુઆરીએ 23 ટકા કેસ નોંધવાની શક્યતા સાથે 108 ઇમરજન્સી દ્વારા કેસને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ છે. (Makar Sankranti 2023 in Ahmedabad)

108 ઇમરજન્સીનું એનાલિસિસ એક અંદાજ પ્રમાણે આ દિવસોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી 108ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે. તેના પ્રમાણમાં વર્ષ 2017માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઇને આ વર્ષે કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ મળશે. તે બાબતનું એનાલિસિસ પણ 108 ઇમરજન્સી દ્વારા જાહેર કરાયુ છે. (Ahmedabad 108 Emergencies service Action plan)

કયા વર્ષે કેટલા કેસ નોંધાયા જો દોરી વાગવાની ઘટનાઓ જોઈએ તો રાજ્યમાં 2019માં 202 કેસ, 2020માં 117 કેસ, 2021માં 100 કેસ, 2022માં 155 કેસ નોંધાયા હતા. તો 2023માં 8 જાન્યુઆરી સુધી 19 કેસ નોંધાઇ ગયા છે. જે કેસ પણ આ વર્ષે વધવાની શકયતા છે. તેમાં પણ સૌથી વધુ કેસ રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત અન્ય મહાનગરોમાં જોવા મળતા હોય છે. તેમાં આ વર્ષે વેહિકલ ટ્રોમાં કેસ 122 ટકા એટલે કે 400 કેસની સંખ્યા 900 પર પહોંચી શકે છે. તો નોન વ્હીકલ ટ્રોમા કેસ 300 પરથી 800 પર પહોંચવાની શક્યતા સેવાઇ રહી છે. જે કેસમાં વધારાને પહોંચી વળવા માટે આ વર્ષે 108 ઇમરજન્સી દ્વારા ગ્રામ્ય ની ટીમોને શહેરમાં લાવી કામગીરી કરવાનું આયોજન કરાયું છે.

મારામારીના કોલ વધવાની શક્યતા 108ની ટીમે એનાલીસીસ કરતા આ વખતની ઉત્તરાયણમાં 4400 જેટલા કોલ જ્યારે 15મીએ 4100 થી વધુ કોલ મળે તેવું તારણ કાઢ્યું છે. તેમાં પણ ખાસ કરીને સામાન્ય દિવસોમાં મારામારીના રોજના 50 કેસ આવે છે. જે ઉતરાયણ પર્વ પર મારામારીના કોલ વધવાની શક્યતા છે. તેની સાથે ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતા હોવાનું ઇમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં ઉત્તરાયણ પર્વમાં ઇમરજન્સીની જરૂરિયાત વધતી હોવાને કારણે 108 દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે માટે વધારાની સંખ્યામાં ઇમરજન્સી ઓફિસર અને ડોકટરોની ટીમને તૈયાર કરી દેવાઈ છે. ઉપરાંત 108 કર્મચારીઓની રજાઓ પણ રદ કરી કર્મચારીઓને ખડેપગે કરી દેવાયા છે. (Uttarayana 2023 in Ahmedabad)

આ પણ વાંચો Makar Sankranti 2023 : મેગાસિટીમાં 140થી 150 રૂપિયામાં એક પતંગ વહેંચાઈ રહી છે

પક્ષીઓ માટે કરુણા અભિયાન એટલું જ નહીં પણ ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી રાજ્યમાં 10થી 20 જાન્યુઆરી સુધી 24 જિલ્લા અને શહેરોમાં પક્ષીઓ માટે કરુણા અભિયાન શરુ કરી દેવામાં આવે છે. જેમાં 60 જેટલા NGO જોડાતા હોય છે. દર વર્ષે 1500 જેટલા કોલ પક્ષીઓ માટે આવતાં હોય છે. ત્યારે આ કેસને જોતાં 24 જિલ્લામાં 37 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. તેમજ અન્ય 55 સારવાર કરતી વાનને પણ જોડવામાં આવી છે. આ ઉપરાંત મોબાઇલ વાન પણ યુદ્ધના ધોરણે પક્ષી બચાવમાં કાર્ય કરશે. જેમાં એક અંદાજ પ્રમાણે ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ માટેની ઈમરજન્સી સેવામાં 150 ટકા કોલનો વધારો થઈ જતો હોય છે. (makar sankranti ambulance ahmedabad)

પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી અમદાવાદ શહેરમાં 800 જેટલા કેસો આ બે દિવસ દરમિયાન આવવાની શક્યતા જોવાઇ રહી છે. ત્યારે પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમરજન્સી સેવા 108 દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું જોઇએ. નબળા, જર્જરિત બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચડવું, ઉંચાઈએથી જમીન પર કૂદવું નહીં, જાહેર રસ્તાઓ પર પતંગ પકડવા દોડવું નહીં, ઇલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઈ છે. જેથી કોઈની ઉત્તરાયણ ખરાબ પસાર ન થાય.

આ પણ વાંચો મકરસંક્રાંતિમાં મજાનો માંજો, દેશ વિદેશમાં સુરતી માંજાને ટક્કર આપનાર કોઈ નહીં

108ની ટીમો તૈનાત આ અંગે 108ના COO જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તહેવાર દરમિયાન ઈમરજન્સીમાં જે વધારો થાય છે. તેને પહોંચી વળવા માટે અમારી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને પશુ પક્ષીઓને ઇજાઓ થાય તો તરત જ સારવાર મળે તે માટે 1962ની ટીમ પણ NGO સાથે સતત સંપર્કમાં રહીને કામગીરી કરશે. (Makar Sankranti day 108 Action plan)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.