અમદાવાદઃ શહેરમાં 4થી 6 માર્ચ સુધી ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં ગાંધીજીના જીવન પરની ફિલ્મો લોકોને બતાવવામાં આવશે. આ ફિલ્મ બતાવવાનો ઉદેશ લોકોમાં ફિલ્મથી દેશનું સાંસ્કૃતિક મહત્વ જળવાઈ રહે અને ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચે તે માટે છે. આ ઉપરાંત આજની પેઢીના લોકો પણ ગાંધીજી વિશે જાણે તે મુખ્ય હેતું છે.
આ ફેસ્ટિવલમાં ‘ગાંધી’, ‘લગે રહે મુન્નાભાઈ’, ‘હેલ્લારો’, ‘મેકિંગ ઓફ મહાત્મા ગાંધી’ અને ‘આઈ એમ કલામ’ ફિલ્મ બતાવવામાં આવશે.આ ફેસ્ટિવલમાં તમામ લોકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે અને જરૂર જણાશે તો લોકો વધુ ફિલ્મ જોઈ શકે તે માટે રજૂઆત પણ કરવામાં આવશે.