ETV Bharat / state

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ થયા ભાવુક, કહ્યું-મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાશે - અમદાવાદ

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ કોરોના મહામારીના કારણે રથયાત્રા નહીં યોજાઈ શકવાને કારણે ભાવુક થઈ ગયા હતા. આ તકે મહંત દિલીપ દાસે જણાવ્યું કે, રથયાત્રાના 143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મંદિર પરિસરમાં રથયાત્રા યોજાશે.

Jagannath Temple
Jagannath Temple
author img

By

Published : Jun 21, 2020, 11:55 PM IST

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે, આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણને ધ્ચાનમાં રાખીને રથયાત્રાનું આયોજન ન કરવું. જે બાદ મંદિરમાં ગૃહ પ્રધાન, પોલીસ અને મંદિર પ્રસાશન વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં રથયાત્રા માત્ર મંદિરમાં જ યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને કોરોના વાઇરસના કારણે ન યોજવા અંગે આદેશ આપવામાં આવ્યો છે. જે બાદ મંદિરના મહંત, ટ્રસ્ટી, ગૃહ પ્રધાન, રાજ્યના DGP, પોલીસ કમિશ્નર, મેયર વચ્ચે મંદિર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં રથયાત્રાને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને બેઠકમાં રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે.

મહંત દિલીપ દાસે જણાવ્યું કે, રથયાત્રાના 143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મંદિર પરિસરમાં રથયાત્રા યોજાશે.

મંદિરમાં મહંત દિલીપ દાસે જણાવ્યું હતું કે, સરકાર અને મંદિર પ્રસાશન વચ્ચે બેઠક યોજાઈ છે. સરકાર તરફથી હાલની પરિસ્થિતિ અંગે મંદિરને જાણ કરી છે. હાલ કોરોના વાઇરસનું સંક્રમણ હોવાથી રથયાત્રા નીકળે તો જોખમ વધી શકે તેમ છે. તેથી રથયાત્રા મંદિર પરિસરમાં યોજવા સમજાવ્યું હતું અને સરકારની વાત મંદિરે પ્રસાશને માન્ય રાખી છે.

આ ઉપરાંત દિલીપ દાસ ભાવુક થયા હતા. આ સાથે મહંતે જણાવ્યું હતું કે, ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાનની રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે અને મંદિરની બહાર રથ નહીં નીકળે. ભગવાનને રથમાં બિરાજવામાં આવશે અને રથને મંદિર પરિસરમાં પરિક્રમા કરાવવામાં આવશે. ભગવાનની તમામ વિધિ મંદિરમાં જ કરવામાં આવશે. મંદિર તરફથી મંગળા આરતી અને ભગવાનની પહિંદ વિધિ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાનને આમંત્રણ આપવામાં આવશે.

અમદાવાદ જગન્નાથ રથયાત્રા

અમદાવાદમાં પણ અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં 143 વર્ષથી રથયાત્રા યોજાઇ છે. ઈ.સ. 2020માં યોજાતી રથયાત્રા 143મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ 14 kmનું અંતર કાપી સાંજે ફરી મંદિરે પરત ફરે છે.

આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ(જલયાત્રા) યોજાઇ છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં 18-20 હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાઇ છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. જ્યાં વિરામ બાદ જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે. રથયાત્રા સવારે 7-00 કલાકની આસપાસ શરૂ થાય છે. તે પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યપ્રધાન મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ "પહિંદ વિધી" કરે છે.

રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાઇ છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહાભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાઇ છે. સાંજે 8-30 કલાક આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે 18-20 શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

અમદાવાદ જગન્નાથ રથયાત્રાનો ઈતિહાસ

અંદાજે 450 વર્ષ અગાઉ રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના બાદ ગાદી પર સારંગદાસજીએ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી હતી. પછીથી મંદિર જગન્નાથજી મંદિર તરીકે પ્રસિધ્ધ થયું હતું. આ મંદિરના મંહતની ગાદી પર બાલમુકુંદદાસજી અને ત્યાર બાદ નરસિંહદાસજી આવ્યા હતા.

નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી સપનામાં આવ્યા હતા. જે બાદ તેમને અષાઢી બીજના દિવસે રથયાત્રા શરૂ કરાવી હતી. અમદાવાદમાં 143 વર્ષ પહેલા સૌ-પ્રથમ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક લોકવાયકા મુજબ ભરૂચમાં રહેતા ખલાસી ભક્તોએ રથયાત્રાની જવાબદારી સ્વીકારી હતી. તેમને નાળિયેરીના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કર્યા હતા. જેમાં બલભદ્ર, સુભદ્રા અને ભગવાન જગન્નાથને બિરાજમાન કર્યા હતા. આ રથને ખલાસી ભાઈઓ ખેંચીને શહેર ભ્રમણ કરાવ્યું હતું. આ પ્રથમ રથયાત્રા બાદ આજ દિન સુધી રથ ખેંચવાનું કામ ખલાસી ભાઈઓ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.