અમદાવાદઃ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ વિસ્તારમાં ધામા નાખવામાં આવ્યા છે, કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેર પોલીસ દ્વારા પણ પૂર્વ વિસ્તારમાં વધુ પોલીસ ખડકી દેવામાં આવી છે. ત્યારે પોલીસના જવાનો માટે પણ માડી ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સવારે અને સાંજે ચા નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના બાપુનગર વિસ્તારમાં અનેક કોરોના કેસ સામે આવ્યા છે, ત્યારે બાપુનગરની આસપાસના વિસ્તારમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે પોલીસ ખડકી દેવામાં આવી છે. ત્યારે પોલીસ માટે ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત જે દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેના પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યુની જાહેરાત કરી હતી. ત્યારથી માડી ટ્રસ્ટ દ્વારા પોલીસને સમયસર તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ચૈત્રી નવરાત્રી દરમિયાન અમદાવાદના રખિયાલ ગામ ખાતે સાતમ, આઠમ અને નોમના દિવસે ખાસ કાર્યક્રમો યોજાઇ છે, ત્યારે આ વર્ષે લોકોડાઉનની પરિસ્થિતિને કારણે કોઈ કાર્યક્રમ થઈ શક્યા નથી. જેથી મંદિરનું જે ફંડ છે તે ફંડનો ઉપયોગ પોલીસ અને જરૂરિયાત પરિવારોને ફૂડ પેકેટ આપવામાં ફંડ ઉપયોગ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, જે દિવસથી લોકડાઉન જાહેર થયું ત્યારથી ટ્રસ્ટ દ્વારા પોલીસની સેવા કરવામાં આવી રહી છે.