ETV Bharat / state

Rape Case In Ahmedabad : યુવતીને ભણાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી - Isanpur Police Rape Case

અમદાવાદમાં યુવતી સાથે દુષ્કર્મ (Rape Case In Ahmedabad) કરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા સાથે દંડ ફટકાર્યો છે. દુષ્કર્મમાં આરોપીની પત્ની પણ સાથ આપી રહી હતી.

Rape Case In Ahmedabad : યુવતીને ભણાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી કર્યો અંદર

author img

By

Published : Feb 21, 2022, 12:03 PM IST

અમદાવાદ : શહેરમાં રહેતી યુવતીને ભણાવવાની લાલચ આપીને એક શખ્સએ એના પર દુષ્કર્મ (Rape Case In Ahmedabad) આચર્યું હતું. જેમાં સ્પેશિયલ કોર્ટના જજ એમ.એ.મિર્ઝાએ આરોપીને 10 વર્ષની આકરી સજા ફટકારી છે.

શુ હતો બનાવ ?

યુવતીને ભણાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી કર્યો અંદર

શહેરમાં યુવતી પોતાના દાદી સાથે રહેતી હતી. અને આરોપીઓ પતિ પત્ની તેના ઘરની બાજુમાં ભાડુઆત તરીકે રહેતા હતા. યુવતીને અભ્યાસમાં ઘણો રસ હતો. તે બારમા ધોરણમાં નાપાસ થઈ હતી અને આગળ અભ્યાસ કરવા માંગતી હતી. પરંતુ ઘરની આર્થિક મુશ્કેલીઓને કારણે તે શક્ય ન હતું.

આરોપી શખ્સની પત્નીએ પણ દુષ્કર્મમાં સાથ આપ્યો

ઘરની બાજુમાં જ રહેતા આરોપી બાબુ તેની ભણાવવાની (Lured to Study in Ahmedabad Rape) લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયો હતો. તેને 5 દિવસ સુધી ગોંધી રાખીને યુવતીની મરજી વિરુદ્ધ જઈને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કાર્યમાં આરોપી શખ્સની પત્નીએ પણ તેનો સાથ આપ્યો હતો અને જો આ વાત કોઈને જણાવશે તો તે શખ્સ સાથેના અશ્લીલ ફોટા અને વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેશે તેવી ધમકી પણ આપી હતી. એટલું જ નહીં યુવતીના દાદી અને ફોઈને પણ મારી નાખશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: Ahmedabad rape case: સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરતા 3 નબીરા ઝડપાયા

આરોપીને 10 વર્ષની સજા સાથે દંડ ફટકાર્યો

વકીલ રમેશ પાટણી એ જણાવ્યું કે, યુવતીની મરજી વિરુદ્ધ જઈને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના ફોટા અને વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. આ મામલે યુવતીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Isanpur Police Rape Case) નોંધાવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો સામે આવતા બંને આરોપી પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત 17 સાક્ષી અને 14 દસ્તાવેજી પુરાવા માન્ય રાખીને કોર્ટે (Court Punished Miscreants in Ahmedabad) આરોપીને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં કોર્ટે આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે અને 5000 દંડ ભરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Vadodara Navlakhi gangrape case: વડોદરા દુષ્કર્મ કેસમાં આખરે પીડિતાને મળ્યો ન્યાય, આરોપીઓને આજીવન કેદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.