ETV Bharat / state

પૈસાની લાલચમાં મેનેજરે મિત્ર સાથે મળી ગોડાઉનમાં કરી ચોરી, આ રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદમાં આવેલ સરખેજમાં(Sarkhej in Ahmedabad) ખાનગી કંપનીના મેનેજરે મિત્ર સાથે મળીને 12 લાખ રોકડાની ચોરી કરી હતી. પરંતુ પોલીસને કોઇ શંકા ના જાઇ તે માટે પોલીસ ફરિયાદ કરી અને પછી ચોરીને અંજામ આપ્યો હતો.

પૈસાની લાલચમાં મેનેજરે મિત્ર સાથે મળી ગોડાઉનમાં કરી ચોરી, આ રીતે ફૂટ્યો ભાંડો
પૈસાની લાલચમાં મેનેજરે મિત્ર સાથે મળી ગોડાઉનમાં કરી ચોરી, આ રીતે ફૂટ્યો ભાંડો
author img

By

Published : Nov 30, 2022, 7:13 PM IST

અમદાવાદ સરખેજમાં (Sarkhej in Ahmedabad) પૈસાની લાલચમાં આવીને ખાનગી કંપનીના મેનેજરે મિત્ર સાથે મળીને ગોડાઉનમાં જ ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. મિત્રની સાથે જઇ રૂપિયા 12 લાખ રોકડાની ચોરી કરી હતી. જો કે પોતાની કરતુતોનો પર્દાફાશ ન થાય તે માટે તેણે જ પોલીસને જાણ કરી અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી. પોલીસને તપાસ દરમિયાન ફરિયાદી શંકાના દાયરામાં લાગતા ઉલટ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેનો ભાંડો ફુટી ગયો. તેણે જ મિત્ર સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી.

પૈસાની લાલચમાં મેનેજરે મિત્ર સાથે મળી ગોડાઉનમાં કરી ચોરી, આ રીતે ફૂટ્યો ભાંડો

તપાસ શરૂ કરી શહેરના સરખેજ ઉજાલા હોટલ નજીક આવેલ એક ગોડાઉનમાં તારીખ 21મી નવેમ્બરની રાત્રે ચોરી થઇ હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં(Sarkhej Police Station) દાખલ થઇ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં ફરિયાદી શંકાના દાયરામાં લાગતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન ફરિયાદીએ જણાવ્યું હતું કે તેના મિત્ર હિરેન પટેલ સાથે મળીને ચોરીનો પ્લાન ઘડ્યો હતો. તારીખ 20મી નવેમ્બરના દિવસે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ આરોપી પ્રશાંત પટેલ તથા હિરેન પટેલ ગાડી લઇને બનાવવાળી જગ્યાએ પહોચ્યાં હતાં. આ ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

આરોપીઓ વસ્ત્રાલમાં પકડાયેલા બંન્ને આરોપીઓ વસ્ત્રાલમાં રહે છે. જ્યારે આરોપી પ્રશાંત પટેલ છેલ્લા છે. મહીનાથી મેનેજર તરીકે નોકરી કરે છે. જે પોતે આર્થિક વ્યવહાર સંભાળતો હોવાથી લાલચમાં આવીને હિરેનને સાથે રાખીને ચોરી કરવાનો પ્લાન જણાવ્યો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને રૂપિયા 7 લાખ 48 હજાર રોકડા, DVR, 2 મોબાઇલ અને કાર કબ્જે કરી છે. અને બંન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.સરખેજ પોલીસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.