અમદાવાદ : વર્ષ 2023નું પહેલું ચંદ્રગ્રહણ આગામી માસ પાંચમી મેના રોજ જોવા મળશે. જે શુક્રવારને રાત્રે 8:45થી મોડી રાતના 1:00 વાગ્યા સુધી આ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આ દિવસને વૈશાખી પૂનમ તેમજ બુધ પૂર્ણિમા છે. ચંદ્ર ગ્રહણના સૂતકનો કાળ 8 કલાક પહેલા શરૂ થાય છે. પરંતુ ભારતમાં આ વખતે જોવા મળતું ન હોવાથી તેનો કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં, પરંતુ ચંદ્ર ગ્રહણ કેવી રીતે થાય છે અને ચંદ્ર ગ્રહણ વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. જુઓ અમારા અહેવાલમાં
હવે 2042માં જોવા મળશે ચંદ્રગ્રહણ : સાયન્સ સીટીના જનરલ મેનેજર વ્રજેશ પારેખ જણાવ્યું હતું કે, 5 મે ના રોજ જે ચંદ્રગ્રહણ થવાનું છે. તે ઉપછાયા પ્રકારનું ચંદ્ર ગ્રહણ છે. ચંદ્ર ગ્રહણ 3 પ્રકારના હોય છે. જેમાં સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ, આંશિક ચંદ્ર ગ્રહણ અને ઉપછાયા ચંદ્ર ગ્રહણ પૃથ્વીના છેડાને સંપૂર્ણપણે ઢાંકી દે તેને સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે. પરંતુ આ ચંદ્ર ગ્રહણ માત્ર ઉપછાયા પ્રકારનું છે. પાંચમી ના રોજ જે ચંદ્રગ્રહણ થવાનું છે તે ઉપછાયા પ્રકારનું છે અને આ જ પ્રકારનું ચંદ્ર ગ્રહણ હવે આગામી વર્ષ 2042માં જોવા મળશે.
મંત્ર જાપ કરવાથી થશે ફાયદો : જ્યોતિષાચાર્ય હેમિલ લાઠીયાએ જણાવ્યું હતું કે, 5 મેના રોજ ચંદ્ર ગ્રહણ છે. જે સ્વાતિ નક્ષત્ર, વિશાખા નક્ષત્ર તેમજ તુલા રાશિમાં આ ગ્રહણ જોવા મળી આવે છે. ભારતમાં આ ચંદ્ર ગ્રહણ જોવા નહીં મળે, પરંતુ આ ગ્રહણને સિદ્ધિયોગ કહેવામાં આવે છે. આ દિવસે મંત્ર જાપ કરવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત શેર બજાર, સોના ચાંદી બજારમાં પણ ફેરફાર થતાં જોવા મળી આવે છે.
આ પણ વાંચો : અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર, ચંદ્રગ્રહણને કારણે મંદિર બંધ
ભારતમાં જોવા નહી મળે ચંદ્ર ગ્રહણ : વર્ષ 2023નું પહેલું ચંદ્ર ગ્રહણ આગામી માસમાં જોવા મળી રહ્યું છે, પરંતુ આ પહેલું ચંદ્ર ગ્રહણ ભારત સિવાય યુરોપ મધ્ય એશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા એટલાન્ટિકા અને હિન્દ મહાસાગરમાં જોવા મળશે. વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ જોવા મળી રહ્યું છે. જે 5 મે 2023ની શુક્રવારના રોજ રાત્રે 8:45 થી શરૂ થઈને 1:00 વાગ્યા સુધી આ ચંદ્ર ગ્રહણ જોવા મળશે.
આ પણ વાંચો : ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટીના અધ્યયન માટે શ્રેષ્ઠ સમય
ચંદ્ર ગ્રહણ વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું : 2023નું પ્રથમ ચંદ્ર ગ્રહણ ભારત સિવાય અનેક દેશોમાં જોવા મળી રહ્યું છે. પરંતુ ચંદ્ર ગ્રહણ વખતે પૈકી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ચંદ્ર ગ્રહણ વખતે જમવાનું અથવા રસોઈ બનાવવાનું કામ કરવું જોઈએ નહીં. આ ઉપરાંત ચંદ્ર ગ્રહણ દરમિયાન ભગવાનના પૂજા પાઠ કરવામાં આવતા નથી. ચંદ્ર ગ્રહણના દિવસે ઘરમાં મંદિરનો દરવાજો અથવા તો કોઈ મોટા મંદિર હોય તો તેને પણ બંધ રાખવામાં આવે છે. જો સમય હોય તો ચંદ્ર ગ્રહણના દિવસે ભગવાનને મંત્ર જાપ કરવામાં આવે છે. આ ઉપરાંત ચંદ્ર ગ્રહણના દિવસે ગર્ભવતી મહિલાઓને પણ ઘરની બહાર નીકળવું ન જોઈએ.