અમદાવાદઃ 31 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન શરૂ થઈ રહી છે. ત્યારે પહેલાં જ દિવસે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. જોકે, અત્યારે તમામ ખેલાડીઓ તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સે અમદાવાદમાં આજે ટીશર્ટ લોન્ચ કર્યું હતું. આ ટીમ પહેલી વખત હોમગ્રાઉન્ડ પર મેચ રમશે. ત્યારે ટીશર્ટ લોન્ચિંગ પ્રસંગે ટીમના માલિક, BCCIના સેક્રેટરી, ટીમના કેપ્ટન તેમ જ આઈપીએલમાં રમનારા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તેમણે રેમ્પ વૉક પણ કર્યું હતું.
-
𝑵𝒂𝒚𝒂 𝑹𝒂𝒏𝒈, 𝑵𝒂𝒚𝒂 𝑱𝒐𝒔𝒉, 𝑵𝒂𝒚𝒊 𝑼𝒎𝒆𝒆𝒅, 𝑵𝒂𝒚𝒂 𝑨𝒏𝒅𝒂𝒂𝒛 👕💪#JerseyLaunch | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/u3wu5LqnjN
— Lucknow Super Giants (@LucknowIPL) March 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝑵𝒂𝒚𝒂 𝑹𝒂𝒏𝒈, 𝑵𝒂𝒚𝒂 𝑱𝒐𝒔𝒉, 𝑵𝒂𝒚𝒊 𝑼𝒎𝒆𝒆𝒅, 𝑵𝒂𝒚𝒂 𝑨𝒏𝒅𝒂𝒂𝒛 👕💪#JerseyLaunch | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/u3wu5LqnjN
— Lucknow Super Giants (@LucknowIPL) March 7, 2023𝑵𝒂𝒚𝒂 𝑹𝒂𝒏𝒈, 𝑵𝒂𝒚𝒂 𝑱𝒐𝒔𝒉, 𝑵𝒂𝒚𝒊 𝑼𝒎𝒆𝒆𝒅, 𝑵𝒂𝒚𝒂 𝑨𝒏𝒅𝒂𝒂𝒛 👕💪#JerseyLaunch | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/u3wu5LqnjN
— Lucknow Super Giants (@LucknowIPL) March 7, 2023
આ પણ વાંચોઃ IPL 2023 : ફરી જામનગરનો ક્રિકેટમાંં ડંકો, બે મહિલાઓને ટીમમાં સ્થાન
પ્રથમ વખત હોમગ્રાઉન્ડ રમશેઃ લખનઉ સુપર જાયન્ટના માલિક સંજય ગોએન્કાએ જણાવ્યું હતું કે, ક્રિકેટમાં જર્સી માત્ર એક યુનિફોર્મ નથી, પરંતુ બુદ્ધિશાળી ડિઝાઈન, વાઈબ્રન્ટ સપોર્ટિંગ સ્પિરીટ અને જટિલ કારીગરીનો સમન્વય છે. આ ખરેખર એક સન્માન અને વિશેષ અધિકારની વાત છે. ત્યારે આજે બીસીસીઆઈના સચિવ જય શાહના હસ્તે જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આમાં સમગ્ર ઉત્તરપ્રદેશના તમામ લોકોને નવો રંગ, નવો જોશ અને નવો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. સાથે જ ટીશર્ટમાં વિવિધ રંગો અને સહયોગીઓના માધ્યમથી અમારી આ જર્સી દ્રશ્યમાન છે. અમે શ્રેષ્ઠ અમારા વચન પૂર્ણ કરવા આતુર છીએ.
ઉત્તરપ્રદેશમાં લાઈવ કાર્યક્રમ યોજાયોઃ ઉલ્લેખનીય છે કે, લખનઉ જાયન્ટ 2022માં પ્રથમ વખત આઈપીએલની અંદર પદાર્પણ કર્યું હતું, પરંતુ ગત વર્ષે લખનઉની ટીમને હોમ ગ્રાઉન્ડ પર મેચ રમવાની તક મળી નહતી. તો આ વખતે લખનઉ જાયન્ટ પ્રથમ વખત પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. તેને લઈને અલગ જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તો આજે IPL 2023 લખનઉની ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી હતી, જેમાં ઉત્તરપ્રદેશના લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, મેરઠ, આગ્રા, ગોરખપુર અને ગાઝિયાબાદ જેવા શહેરમાં લાઈવ સ્ક્રિનિંગ, ઓન ગ્રાઉન્ડ એક્ટિવેશન અને કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ પાલનપુરના પટેલનું નસીબ ખુલ્યુ: IPL ગુજરાત ટાઈટન્સમાં થયું સિલેક્શન
નવો લોગો લોન્ચઃ લખનઉ સુપર જાયન્ટની આ નવી જર્સી પ્રખ્યાત ફેશન ડિઝાઈનર કુણાલ રાવલે ડિઝાઇન કરી છે. આ જર્સીમાં કલા, કારીગરી, વધુ સારી ડિઝાઈન અને જીવંતિકાનો સમાવેશ કરી ખેલદિલી અને એકતાની મજબૂત ભાવનાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. આ ડિઝાઈન વિશ્વવિખ્યાત ગ્રાફિક્સ આર્ટિસ્ટ એમ. સી. એશરની વિઝ્યુઅલ આર્ટ્સથી પ્રેરિત છે. જ્યારે LSGનો નવો લોગો રજૂ કરવામાં આવ્યો હતો. જર્સીના જેલ ફોઈલમાં લીમોજેસ બ્લ્યુ કલર અને સમકાલીન સ્પર્શ આપે છે. જ્યારે જર્સીની કિનારે પર તેજસ્વી નારંગી રંગ સિગ્નેચર બ્લોક લૂકમાં અનોખો લૂક પ્રદાન કરે છે. એ જ રીતે ટ્રાઉઝરની કિનારીઓમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આમાં જર્સીને અંદર કે બહાર ટક કરવામાં આવે છે. આમાં ગ્રીન કલરનો કોમ્બિનેશન સિમ્પલ અને આકર્ષણ લુક આપી રહ્યું છે.