મહિલાએ પોતાના પતિ પર ખુબ જ ગંભીર આરોપ મુક્યા છે, ફરિયાદી મહિલા મીનાબેને પોતાના પતિ સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદ પાછળ મુંબઈની એક મહિલા જવાબદાર હોવાનું પણ જણાવ્યું છે. ફરિયાદી મીનાબેનનું કહેવુ છે કે, તેમના પ્રેમ લગ્ન 10 વર્ષ પહેલા વરુણ ખુમાન સાથે થયા હતા અને બધુ સારું ચાલી રહ્યું હતું. મીનાએ પોતાની એક પ્રાઈવેટ લિમિટેડ કંપની ખોલી અને હેન્ડીક્રાફ્ટનો ધંધો કર્યો હતો. ધંધો પણ સારો ચાલી રહ્યો હતો પરંતુ તેની પાસે ખાવાના રૂપિયા પણ નથી. મીનાબેને જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી તેના પરિવારમાં ગ્રહણ લાગી ગયુ છે અને તેનો જવાબદાર સ્પા અને સલુન ચલાવતી એક મુંબઈની મહિલા છે.
ફરિયાદ પ્રમાણે બે વર્ષ પહેલા વરુણના ઈન્ટરનેટ દ્વારા મુંબઈની એક મહિલા સાથે વાત થઈ અને ત્યારબાદ વાત વધતી ગઈ. ત્યારબાદ બંન્ને વચ્ચે સંબંધો વધી ગયા. આ વાતની જાણ મીનાબેનને થતા તેમણે વિરોધ કર્યો. કારણ કે મીનાબેન જે રૂપિયા ધંધામાં કમાવી રહ્યાં હતા, તે વરુણ મુંબઈની મહિલાને મોકલી રહ્યો હતો. મીનાબેનનો આરોપ છે કે, તેમને ખુબજ માર પણ મારવામાં આવ્યો અને કેટલીવાર મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો હતો. પરંતુ પોલીસે સમાધાન કરાવ્યું હતું.
નોંધનીય છે કે, વરુણ પર એ આરોપ છે કે તેણે ફરિયાદી વિરૂધ્ધ અશ્લીલ વાતો વોટ્સએપમાં પણ મુકી હતી અને જેનો પુરાવો પણ તેમની પાસે છે. પોલીસનું કહેવું છે કે, ફરિયાદમાં મીનાબેનના ધંધામાં વધારે શેર હોવા છતા તેમને કાઢી દેવામાં આવ્યા છે અને તેમના કેટલાક દાગીના અને ગાડીઓ પણ તેમની જાણ વગર વેચી દેવામાં આવ્યો છે, ત્યારે પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે અલગ-અલગ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ શરુ કરી છે.