અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યું છે. ત્યારે રસ્તામાં બેસતાં પાથરણાવાળાઓના પાથરણા તેમજ લારી ગલ્લા ઉપાડી લેવામાં આવતા પાથરણાવાળા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને પગલે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવ્યા હતા. કુલ 30 જેટલા પાથરણાવાળાઓએ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં કોર્પોરેશનની ખોટી હેરાનગતિ અને કાર્ડ હોવા છતા લારી ગલ્લા ઉપાડ્યા હોવાનો ઉલ્લેખ થયો હતો. સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ મન ફાવે તેટલો દંડ વસુલતા હોવાનો પણ ઉલ્લેખ થયો હતો. કમિશનરે જગ્યા માટે લિસ્ટ બનાવવા પાથરણાવાળાઓને સુચન કર્યુ હતું અને આવેદનપત્ર આપી પાથરણાવાળાઓને જગ્યા ફાળવવા અપીલ કરી હતી.