અમદાવાદ: વિશ્વભરમાં મહામારીનું કારણ બનેલા કોરોના વાયરસે તમામ અમદાવાદીઓને ઘરમાં રહેવા મજબૂર કર્યા છે, જેને લીધે ઔદ્યોગિક એકમ અને જાહેર રોડ પર ટ્રાફિકની સમસ્યા ઓછી થતાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જેને લીધે લોકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળી રહી છે. અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ઓછું થતાં ઝાડપાન અને લીલોતરી વધુ ફ્રેશ થઈ હોવાનું દેખાઈ રહ્યું છે. જાહેર માર્ગો અને સોસાયટીમાં લીલાછમ વૃક્ષ શહેરના સૌન્દર્યમાં વધારો કરી રહ્યાં છે. વૃક્ષોએ પણ પોતાની જાતને રિજનરેટ કર્યા હોય તેમ લાગી રહ્યું છે. પૃથ્વી પોતાને થયેલા નુકસાનની ભરપાઈ કરી રહી હોવાનો અહેસાસ થાય છે. લૉકડાઉન દરમિયાન પ્રદૂષણનું સ્તર ઘટતા લોકોને સ્વચ્છ હવા મળી રહી છે.
વર્તમાન સમયમાં અમદાવાદની આબોહવા દિલ્હી કરતાં પણ વધુ સારી થઈ ગઈ હોવાની સામે આવ્યું છે. શહેરમાં પ્રદૂષણનું સ્તર રાજધાની દિલ્હી કરતાં ઘણું ઓછું છે. લોકો જાહેર માર્ગ પર સાર્વજનિક પરિવહન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રદૂષણ ફેલાવતાં એકમો પર નિયંત્રણ રાખે તો સામાન્ય દિવસોમાં પણ પ્રદૂષણ ઘટી શકે છે.