ETV Bharat / state

Leh Ladakh University ISRO Visit : લેહ લદાખ યુનિવર્સિટી પ્રોફેસર ઈસરોની મુલાકાતે, જાણો કેમ..?

લેહ લદાખ યુનિવર્સિટીના પ્રોફેસર અમદાવાદ ખાતે આવેલ ઈસરોની મુલાકાત કરી હતી. ત્યારે તેમણે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, લેહ લદાખમાં યુનિવર્સિટીની સ્થાપના થતા જ પોતાના શહેરમાં રહીને જ બાળકો હવે અભ્યાસ કરી રહ્યા છે. સપ્ટેમ્બર માસમાં લેહ લદાખ યુનિવર્સિટી ખાતે બાળકોને સ્પેસ વિશે જાણકારી મળી રહે હેતુથી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

author img

By

Published : Aug 1, 2023, 9:11 PM IST

Leh Ladakh University ISRO Visit
Leh Ladakh University ISRO Visit
લેહ લદાખ યુનિવર્સિટી પ્રોફેસર ઈસરોની મુલાકાતે, જાણો કેમ..?

અમદાવાદ : જમ્મુ કાશ્મીર અને લેહ લદાખને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. જે ખરેખર પૃથ્વી પરનું સ્વર્ગ સમાન જ છે. ત્યાં રહેતા લોકોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે સરકાર દ્વારા પણ અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 2019 માં લેહ લદાખને કેન્દ્ર સરકાર દ્વારા પહેલી યુનિવર્સિટી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી હતી. આ યુનિવર્સિટીની સ્થાપના થતા જ ત્યાંના ઘણા યુવાનો સારું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. હવે ત્યાંના બાળકોને સ્પેસમાં પણ જાણકારી મળે તે માટે લેહ લદાખ યુનિવર્સિટીના અધિકારીઓ અમદાવાદના ઈસરો સ્પેસની મુલાકાતે આવ્યા હતા.

લેહ લદાખ યુનિવર્સિટી : લેહ લદાખ યુનિવર્સિટીના વાઇસ કાઉન્સિલર એસ. કે. મહેતાએ જણાવ્યું હતું કે, લદાખ યુનિવર્સિટીની સ્થાપના 2019 માં કરવામાં આવી હતી. આ પહેલા લદાખમાં કોઈપણ યુનિવર્સિટી નહોતી. જેના કારણે લેહ લદાખના વિદ્યાર્થીઓ દિલ્હી, ચંદીગઢ, મુંબઈ, રાજસ્થાન, ગુજરાત સહિતના અલગ અલગ શહેર કે રાજ્યમાં અભ્યાસ કરવા માટે જવા મજબૂર બનતા હતા. પરંતુ હવે લેહ લદાખમાં જ યુનિવર્સિટી તૈયાર થઈ ચૂકી છે. ત્યારે લેહ લદાખના યુવાનો સરળતાથી સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે.

લેહ લદાખ યુનિવર્સિટીમાં અલગ અલગ કોર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં આ વર્ષે સ્પેસ સાયન્સ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાળકો પણ ભારે ઉત્સાહ પૂર્વક પ્રવેશ મેળવી રહ્યા છે. 2022 સપ્ટેમ્બરમાં સેક સાથે યુનિવર્સિટીએ MOU કર્યા છે. જેના થકી બાળકો વધારે સારી રીતે અભ્યાસ કરી શકશે. સાથે જ આ યુનિવર્સિટીમાં સ્પેસનું વાતાવરણ પણ ઊભું કરવામાં આવશે.-- એસ. કે. મહેતા (વાઇસ કાઉન્સિલર, લેહ લદાખ યુનિવર્સિટી)

શિક્ષણનો વિકાસ : લેહ લદકમાં યુનિવર્સિટી તૈયાર થતાં જ તે યુનિવર્સિટીમાં સ્પેસનું વાતાવરણ ઊભું થાય તે રીતના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સપ્ટેમ્બર માસમાં યુનિવર્સિટી દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. જેની અંદર કોલેજ તેમાં શાળાના બાળકોને એક્ઝિબિશનનો લાભ આપવામાં આવશે. જેના કારણે તેઓ સ્પેસ વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત ત્યાં અલગ અલગ મજબૂત વિસ્તાર પર ફોકસ કરી ત્યાં રિસર્ચનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જે લેહ લદાખ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

  1. Semiconductor Exhibition: આત્મનિર્ભરતા તરફ વધુ એક ડગલું, ભારતમાં તૈયાર થયેલ મોડ્યુલ ગાંધીનગર ખાતે સેમિકન્ડક્ટર એક્ઝિબિશનમાં મુકાયા
  2. ISRO Chandrayaan 3: હાથમાં હનુમાન ચાલીસા અને ગાયત્રી પાઠ કરીને શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.