અમદાવાદ: કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય યુવા કૉંગ્રેસ (Ahmedabad Congress Region Office )દ્વારા યંગ ઇન્ડિયા કે બોલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ કાર્યક્રમમાં યુથ કૉંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા, ગુજરાત યંગ ઇન્ડિયાના (Launch of Young India or Ball)પ્રભારી શક્તિસિંહ બાંદીકુઈ અને સહ પ્રભારી વિકાસ શર્મા હાજર રહ્યા હતા.
યંગ ઇન્ડિયા કે બોલ સેશન 2નું લોન્ચિંગ - યુથ કોંગ્રેસ(Youth Congress ) પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જે યુવાનો સરકારની કામગીરીથી નારાજ છે, જે યુવક 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને પણ સરકાર સામે બોલવું છે. અડધી રાતે પેપર ફૂટી જાય છે. તેવા લોકોની વાચા આપવા માટે યુથ કોંગ્રેસ દ્વારા આ યંગ ઇન્ડિયા કે બોલ સેશન 2નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા પોગ્રામનું લોન્ચિંગ 2020માં રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધીના હસ્તે કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને કારણે ડીઝીટલ માધ્યમથી શક્ય બન્યું હતું જેમાં જે લોકો વિજેતા થાય હતા તેમને જેતે રાજ્યમાં પ્રવક્તા તરીકેની નિમણુંક આપવામાં આવી હતી. ઑફલાઈને શરૂ કર્યાનું બીજુ સેશન લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Congress Gaurav Yatra 2022: 5 એપ્રિલથી કૉંગ્રેસ શરૂ કરશે 1,171 કિમી લાંબી ગૌરવ યાત્રા
વિજેતાને પ્રવક્તા તરીકેની નિમણુંક - યુથ કૉંગ્રેસ દ્વારા આયોજિત પ્રતિભા ખોજ અભિયાન અંતર્ગત યંગ ઇન્ડિયા કે બોલ કાર્યક્રમમાં સ્પીચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેના માધ્યમથી ગુજરાતના યુવાનનો જે બેરોજગારી, પેપરકાંડ, શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધાના મુદ્દા પર પોતાની વાત રજુ કરવા માટે મંચ આપવામાં આવશે. જે વિદ્યાર્થી વિજેતા થશે તેમને વિધાસભા સ્તરે, જિલ્લા સ્તરે, પ્રદેશ સ્તરે પ્રવક્તા તરીકે નિમણુંક આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ BJP Yuva Morcha Yatra: ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા યાત્રાનુ આયોજન, ગામડે ગામડે ફરી કરશે પ્રચાર