- ફરિયાદીની જમીનમાં ચા પાણી હોટલ અને પાન-મસાલાનું કેબીન
- ફરિયાદી દ્વારા દબાણ હટાવવા કહેતા આરોપી દ્વારા અભદ્ર ભાષા બોલી
- અંતે ફરિયાદએ અમદાવાદ જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિગ અંતર્ગત કરી અરજી
અમદવાદઃ જિલ્લા કલેક્ટરના હુકમના આધારે ફરિયાદી પ્રદ્યુમન ગિરજાશંકર મહેતા એમ.કે ધર્મશાળા અવાડા ચોક ધંધુક જિલ્લા સીમમાં જમીન પચાવી પાડવાના ઈરાદે આરોપીએ ફરિયાદીની જમીનમાં ચા-પાણીની હોટલ તેમજ પાન-મસાલાનું કેબીન મૂકી દબાણ કરવામા આવી રહ્યું છે. આરોપી હરજીભાઈ અરજણભાઈ ગમારા ફરિયાદીની જમીનમાં ચા પાણીની હોટલ બનાવી અને પાન-મસાલાનું કેબીન મૂકી કાયમી ખાતે દબાણ કરેલું છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ નોંધાઈ 20 ફરિયાદ
અમદાવાદ જિલ્લા કલેકટરન દ્વારા કરાઇ તપાસ
ફરિયાદી પ્રદ્યુમન ગિરજાશંકર મહેતા દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રે બિંગ, અધિનિયમ 2020 અંતર્ગત અરજી કરતા અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરી આરોપી હરજીભાઈ અરજણભાઈ ગમારાની વિરુદ્ધમાં સુનો રજીસ્ટર કરવા હુકમ કરેલો જે આધારે ફરિયાદીની ફરિયાદ લઇ ધંધુકા પોલીસ સ્ટેશનમાંકલમ 447, 504, 506(2) તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020ની કલમ 3, 4(1)(3), 5( સી) મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે, જે ગુના સંદર્ભે ધોળકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.