ETV Bharat / state

Ahmedabad News: માધુપુરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી શ્રમિકનું મોત, ગુનો છુપાવવાનું કાવતરૂ રચવા બદલ ગુનો દાખલ - ગુનો છુપાવવાનું કાવતરૂ રચવા બદલ ગુનો દાખલ

માધવપુરામાં એક જુનુ બાંધકામ તોડવાની કામગીરી ચાલતી હતી ત્યારે દિવાલ પડતા એક મજૂરનું મોત નિપજ્યુ હતુ. મજૂરના મોત બાદ કોન્ટ્રાક્ટર સહિતના ચાર લોકો મૃતદેહ મૃતકના વતન લઇ ગયા હતા. ગુનો છુપાવવા માટે આરોપીઓએ કાવતરૂ રચતા પરિવારજનોએ આ મામલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

laborer-dies-due-to-negligence-of-contractor-in-madhupura-charged-with-conspiracy-to-conceal-offence

author img

By

Published : Aug 1, 2023, 8:20 AM IST

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરક્ષા ઉપકરણો વિના મજૂરી કામ કરાવતા સમયે એક મજૂર નું મોત નીપજતા તેના મોતને પોલીસથી સંતાડવા માટે કોન્ટ્રાક્ટરે વતનમાં લઈ જઈ અંતિમ વિધિ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જો કે તે પહેલા જ પોલીસને જાણ થઈ જતા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું બની ઘટના?: દાહોદમાં રહેતા ઇશ્વરભાઇના ભાઇ કીકાભાઇ મહેંદીકુવામાં ચામુંડા નિવાસ નામનું જુનુ બાંધકામ તોડવાનું કામ કરતા હતા. તે સમયે દિવાલ પડતા કીકાભાઇ દટાઇ જતા ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નિપજ્યુ હતુ. પુનમ પરમાર નામનો શખ્સ કીકાભાઇની બોડી વતન લઇ ગયો હતો. મૃતકના પરિવારજનોએ પોલીસ કાર્યવાહી કરવાનું કહેતા પુનમ પરમારે અમદાવાદ આવી સિવિલમાંથી મૃતદેહ લઇ જવાનું કહી નીકળી ગયો હતો. જેથી મૃતકના પરિવારજનો સિવિલ પીએમ રૂમ પર આવ્યા હતા.

ગુનો છુપાવવાનું કાવતરૂ: પોલીસને જાણ કરતા માધવપુરા પોલીસે પ્રાથમિક તપાસ કરીને કોન્ટ્રાક્ટર કિરિટ પટેલ, ભાવેશ પટેલ, ચામુંડા નારાયણ નિવાસ મકાનના માલિક અને પુનમ પરમાર સામે સુરક્ષાના સાધનો ન આપી ગુનો છુપાવવાનું કાવતરૂ રચવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એન ઘાસુરાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે આરોપો ફરાર હોય તેને પકડવા માટેની તજવીજ ચાલુ છે.

  1. Maharashtra News: મહારાષ્ટ્રના થાણેમાં ગર્ડર લૉન્ચિંગ મશીન તૂટી પડતા 14 લોકોના મોત
  2. Ahmedabad News: નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ, કેફેમાં થાર કાર ઘુસાડી તોડી હતી દીવાલ
  3. Ahmedabad Crime News: શામળાજી ખાતે બાતમીની આશંકાએ હોટલ માલિક પર ફાયરિંગ કરાવનાર તેમજ દારૂના 25 ગુનામાં વોન્ટેડ બુટલેગર ઝડપાયો

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.