CID ક્રાઈમે આરોપી દાનસિંહ વાળાના બેંક ખાતા, વિદેશમાં તપાસ કમિશન પેટે મળેલા રૂપિયા અને ક્યાં રોકાણ કરાયા સહિતની તપાસ બાબતે 14 દિવસના રિમાંન્ડની માંગ કરાઈ હતી. જો કે, કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી દાનસિંહે કોર્ટમાં સરેંડર કર્યું હતું. ત્યારબાદ પોલીસે તેની કોર્ટમાંથી ધરપકડ કરી હતી.
આ કેસની વિગત પ્રમાણે, આર્ચરકેર કંપની ખોલવા માટે વિનય શાહને સૌથી વઘારે મદદ દાનસિંહ વાલા દ્વારા કારવામાં આવી હતી. જે બાદ આર્ચરકેર કંપનીનું કૌભાંડ પ્રકાશમાં આવતા આરોપી દાનસિંહ ફરાર થઈ ગયો હતો. CID ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં દાનસિંહનું નામ સામે આવ્યું હતું. CID દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં દાનસિંહને ભગેડું જાહેર કરવામાં આવ્યું હતું.
આર્ચરકેર કંપનીમાં કૌભાંડ કરવા મામલે દાનસિંહ જ વિનય શાહને માર્ગદર્શન આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યું છે. કંપનીમાં ગ્રામ ગોલ્ડ કોઈન કેટલા રોકાણકારોને આપવામાં આવ્યા,175 લેપટોપ કોને કોને અપાયા, દુબઈ, રશિયા સહિતના દેશમાં કેટલું રોકાણ કરાયું સહિતની માહિતી દાનસિંહ પાસેથી મળી શકે એ માટે CID દ્વારા કો4ટ સમક્ષ રિમાંન્ડની માંગ કરાઈ હતી.