ETV Bharat / state

ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની છેલ્લી સ્થિતિ જાણો - corona vaccination in Gujarat

ચીનમાં કોરોના વિસ્ફોટ થયો છે. જેને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારો સફાળી જાગી છે. અને જનતાને વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવા અપીલ કરી રહી છે. શું છે ગુજરાતમાં કોરોનાની વેક્સિનની સ્થિતિ... corona vaccination in Gujarat

corona vaccination in Gujarat
corona vaccination in Gujarat
author img

By

Published : Dec 25, 2022, 7:02 PM IST

અમદાવાદ- ગુજરાતમાં કોરાનાથી સાજા થવાનો દર 99.13 ટકા છે. ગુજરાતમાં દરરોજ બેથી ચાર કેસ પોઝિટિવ આવે છે. અને હાલ 20 કેસ એક્ટિવ છે, પણ તે તમામ સ્ટેબલ છે અને કોઈના મૃત્યુના સમાચાર નથી. ગુજરાતમાં કોરોના કાબુમાં છે. પણ ચીનના સમાચાર આવતાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. corona vaccination in Gujarat

ગુજરાત વેક્સિનથી સુરક્ષિત ગુજરાત સરકારે આગોતરી તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. આજે આરોગ્ય વિભાગની ટીમ સાથે રીવ્યૂ બેઠક કરી હતી. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે રાજ્યમાં થયેલ શ્રેષ્ઠ કોરોના રસીકરણના પરિણામે હાલ ગુજરાત કોરોના સામે સુરક્ષિત છે અને હાલ પણ ગુજરાતમાં કોરોના રસીકરણની પ્રક્રિયા ચાલુ રહી છે. છેલ્લા આંકડા પ્રમાણે ગઈકાલે 20 ડિસેમ્બર, 2022ના રોજ 3030 લોકોએ કોરોનાની વેક્સિન લીધી હતી. status of corona vaccination

ગુજરાતમાં વેક્સિનેશનની સ્થિતિ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 12 કરોડ 77 લાખ 27 હજાર 843 લોકોએ વેક્સિન લીધી છે. ગઈકાલ 20 ડિસેમ્બર, 2022ના રોજ 3030 લોકોએ વેક્સિન લીધી હતી. સરકારી દવાખાના અને કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે.

ગુજરાતમાં વેક્સિનેશનની સ્થિતિ
18 વર્ષથી વધુ ઉંમરનાને પ્રથમ ડોઝ 4,93,12,474
18 વર્ષથી વધુ ઉંમરનાને બીજો ડોઝ 4,94,25,418
15-17 વર્ષનાને પ્રથમ ડોઝ 31,31,221
15-17 વર્ષનાને બીજો ડોઝ 29,03,185
પ્રિકોશન ડોઝ 59,29,432
12-14 વર્ષનાને પ્રથમ ડોઝ 19,40,865
12-14 વર્ષનાને બીજો ડોઝ 16,77,569
18-59 વર્ષનાને પ્રિકોશન ડોઝ 1,34,07,679
આમ કુલ વેક્સિનેશન 12,77,27,843

ગુજરાતમાં નવો વેરિયન્ટ્સ
ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો છે. આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ કોરોનાના બે સબ વેરિયન્ટ BA.5.2 અને BF.7 કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક છે. તંત્ર એલર્ટ ઉપર છે અને યોગ્ય પગલા લીધા છે.

સરકારની નવા વેરિયન્ટ અંગે સ્પષ્ટતા
આ પ્રકારના કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના BF.7 and BF 12 સ્વરૂપથી સંક્રમિત દર્દી જુલાઇ, ઓક્ટોબર અને નવેમ્બર 2022માં નોંધાયા હતા. આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમા જ સારવાર આપવામાં આવી હતી. જેઓ સંપૂર્ણપણે સાજા અને સ્વસ્થ થઈ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.