ETV Bharat / state

Kiran Patel Case : ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ સામે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી, કિરણ પટેલે દાખલ કરી જામીન અરજી, જાણો સમગ્ર કેસની માહિતી - ઠગાઇના કેસ

મહાઠગ કિરણ પટેલ સામે ક્રાઈમ બ્રાન્ચે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આ ત્રણેય કેસમાં જામીન મેળવવા માટે કિરણ પટેલે પણ આજે મેટ્રો કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આજે થયેલી સુનાવણી બાદ આવતીકાલે કિરણ પટેલના જામીન માટે ચુકાદો આવી શકે છે.

Kiran Patel Case : ત્રણ ઠગાઇ કેસ મામલે મહાઠગે કરી જામીન અરજી, જાણો સમગ્ર કેસની માહિતી

author img

By

Published : Jul 6, 2023, 3:38 PM IST

Updated : Jul 6, 2023, 5:29 PM IST

અમદાવાદ : મહાઠગ કિરણ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કિરણ પટેલ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ત્રણ કેસ ચાલી રહ્યા છે. તેમાં ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઈલ કરી છે. ત્રણ અલગ-અલગ કેસમાં કિરણ પટેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ત્યારે મહાઠગ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ કિરણ પટેલે પણ કોર્ટમાં આ ત્રણેય કેસમાં જામીન અરજી દાખલ કરી છે.

ઠગાઇના ત્રણ કેસ : કિરણ પટેલ સામે ત્રણ કેસ ચાલી રહ્યા છે. જેમાં એક કેસની વિગત અનુસાર કિરણ પટેલે અમદાવાદના એક બિલ્ડર સાથે નારોલની 80 લાખની જમીન વેચવાનો સોદો કર્યો હતો. જે મુદ્દે કિરણ પટેલે 25 લાખનું બાનાખત કરીને રૂપિયા મેળવી લીધા પણ દસ્તાવેજ કર્યો નહોતો. જેને લઈને ઘટનાના 7 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત બીજા એક કેસમાં કિરણ પટેલે એક સાંસદના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડ્યો હતો. તેમજ કિરણ પટેલ સામે અમદાવાદની હયાત હોટેલમાં G-20 ની પ્રમોશનલ ઇવેન્ટ યોજીને 3.51 લાખના ઠગાઇના કેસ સહિત આ અલગ-અલગ ત્રણેય કેસ ચાલી રહ્યા છે.

જામીન અરજી સુનાવણી : કિરણ પટેલની રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં ક્રાઇમ બ્રાન્ચ વતી સરકારી વકીલે કિરણ પટેલને જામીન ન આપવા કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપી કિરણ પટેલ જામીન પર છુટતા વધુ ગુન્હા કરે તેવી શક્યતા છે.

બચાવપક્ષે રજૂઆત : બચાવપક્ષના વકીલ નિસાર વૈધે ક્રાઇમ બ્રાન્ચે ખોટી તપાસ કરી હોવાની રજૂઆત કરી હતી. વકીલે ચાર્જશીટમાં યોગ્ય કોઈ પુરાવા ન હોવાના કારણે કિરણ પટેલને જામીન આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ખોટા પુરાવાના અભાવે જામીન મેળવતા રોકી શકાય નહીં માટે તેમને જામીન આપવામાં આવે.

આવતીકાલે ચુકાદો : ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય કેસમાં કિરણ પટેલ સામે મેટ્રો કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આગામી દિવસમાં કિરણ પટેલ સામે મેટ્રો કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે કિરણ પટેલને ચાર્જફ્રેમ માટે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ લાવી શકે છે. ઉપરાંત આ ત્રણેય કેસમાં કિરણ પટેલે રેગ્યુલર જામીન અરજી કરી છે. જેની આજે સુનાવણી પૂર્ણ થઈ છે, જેની પર આવતીકાલે ચુકાદો આવી શકે છે.

  1. Kiran Patel Case: અનેક ડીગ્રી ધરાવતો કિરણ પટેલ હવે જાણશે ક્રાઈમ બ્રાન્ચની થર્ડ ડીગ્રી વિશે, જાણો કિરણ પટેલ કઈ રીતે બન્યો મહાઠગ
  2. Fake PMO official Kiran Patel: વૈભવી ગાડીઓમાં ફરનારો મહાઠગ કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચમાં આવતા ઘૂંટડીયે બેસ્યો, સિંહની જેમ ફરનાર હવે બની ગયો બિલાડી

Last Updated : Jul 6, 2023, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.