તમારી આસપાસમાં રહેતા લોકો જ તમારી સૌથી વધુ જાણકારી રાખતા હોય છે. અને સમય આવે તેનો ફાયદો ઉઠાવતા હોય છે. સેટેલાઈટ પોલીસે પકડેલા આરોપીઓમાંથી એક આરોપી સાહિલ ઉર્ફે કૃણાલ દેસાઈ નામનો આરોપી બિલ્ડર પ્રતિક ભાઈની સોસાયટીમાં જ રહે છે. અને તેમની તમામ ગતિવિધિઓથી જાણકાર હતો.આથી સમગ્ર અપહરણની ઘટનાને અંજામ આપવા માટેનો માસ્ટર માઈન્ડ સાહિલ જ હોવાનું પોલીસ માની રહી છે.
સેટેલાઇટ પોલીસે ત્રણેય આરોપીઓમાંથી બે આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. અને એક આરોપી ડ્રાઈવિંગનો વ્યવસાય કરે આ ત્રણેય આરોપીના નામ છે. સાહિલ ઉર્ફે કૃણાલ દેસાઈ, સાગર ઈશાવ્રભાઈ રબારી અને કૌમિલ પ્રજ્ઞેશભાઈ પટેલ આ તમામ આરોપીઓએ આર્થિક સાંકળમણના લીધે અપહરણ જેવા ગુનાને અંજામ આપ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ કબૂલી છે. બિલ્ડરના અપહરણને લઈને હાલ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે.