ETV Bharat / state

Fake PSI Case: કરાઈમાં નકલી PSIના ચક્કરમાં અસલી 6 પોલીસકર્મી સસ્પેન્ડ - ડીજીપી વિકાસ સહાય

ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમીમાં નકલી PSI ઉમેદવાર બનીને તાલીમ લઈ રહેલા મયૂર તડવીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે બેદરકારી દાખવવા બદલ 2 PI સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Fake PSI Case: કરાઈમાં નકલી PSIના ચક્કરમાં અસલી 6 પોલીસકર્મી સસ્પેન્ડ

author img

By

Published : Mar 6, 2023, 3:20 PM IST

ગાંધીનગરઃ કરાઈ પોલીસ એકેડમીમાં નકલી PSI મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે 2 PI સહિત 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે પોલીસકર્મીઓ કરાઈ પોલીસ એકેડમી ખાતે ફરજ બજાવતા હથિયારી PI ડી. એન. અંગારી, એમ. જે. ગોહિલ અને 4 ADIને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીજીપી વિકાસ સહાયે PI એમ. જે. ગોહિલ, PI ડી. એન. અંગારી, ADI હિતેશ ડાંગર, પરાગ ભટ્ટ, નાથાભાઈ ચૌધરી અને હિતેન પટેલને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચોઃ Fake PSI in Police Academy : આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર

બેદરકારી દાખવવા બદલ કાર્યવાહીઃ નકલી PSI કેસમાં રજિસ્ટ્રેશન સમયે ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં બેદરકારી તેમ જ ચકાસણી કર્યા વગર આવાસની ફાળવણી કરવા મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહેલા નકલી PSI મયૂર તડવી સામે થોડાક સમય પહેલાં જ ડભોડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ નોંધાયો છે.

નકલી PSI ઉમેદવારનું નામ જ નહતુંઃ છેલ્લા ત્રણ મહિનાથી નકલી PSI મયૂર તડવી કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો હતો. તેમ જ જે સમયે કરાઈમાં તાલીમ લઈ રહેલા 582 તાલીમાર્થીઓના પગાર બિલ બન્યા, ત્યારે મયૂર તડવીનું નામ પાસ થયેલા ઉમેદવારોની લિસ્ટમાં જ નહતું. આ મામલે તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મયૂર તડવીને હોંશિયારી મારવી ભારે પડીઃ આ સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું હતું કે, મયૂર તડવીએ વિશાલ રાઠવા નામના પાસ થયેલા ઉમેદવારનો ઑર્ડર મેળવ્યો હતો એ પછી નિમણૂકપત્રમાં મોબાઈલ એપથી કોઈ એપ્લિકેશન થકી વિશાલ રાઠવાનું નામ ડિલીટ કરી પોતાનું નામ ઉંમેર્યું હતું. મયૂર તડવીએ મોબાઈલ એપથી ઑર્ડર બનાવી વડોદરાની દુકાનમાંથી પ્રિન્ટ કરાવી હતી અને એક મહિનાની તાલીમમાં પણ ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચોઃ Budget Session: નકલી PSI અંગે ચર્ચા કરાતા કૉંગ્રેસના નેતાઓ સસ્પેન્ડ, મેવાણીએ કહ્યું- ગમે તે કરો અમે તો મુદ્દો ઉઠાવીશું જ

આરોપીએ ડેટા ડિલીટ કરી નાખ્યો હતોઃ નકલી PSIએ મોબાઈલમાંથી સમગ્ર ડેટા ડિલીટ કરી દેવાનો ખૂલાસો થયો છે. આ મામલે મયૂર તડવીના ઘરેથી તપાસ દરમિયાન કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ ન મળી આવતા, આ સમગ્ર મામલે પરિવારજનોની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનો આ બાબતે અજાણ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.