અમદાવાદ: ગુજરાતના તમામ લોકો માટે અને ફરવા માટેનો સૌથી ઉત્તમ સ્થળમાં અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવની ગણના થાય છે. જેમાં ખાસ કરીને વર્ષના અંતના અઠવાડિયામાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનો મહોત્સવ ઉજવવામાં (kankaria carnival 2022) આવે છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું (kankaria carnival 2022) આયોજન કરવામાં આવ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર આયોજન: અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર જણાવ્યું (kirit parmar mayor of ahmedabad) હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ 2022નું (kankaria carnival 2022) આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કાંકરિયા કાર્નિવલ "આઝાદી કા અમૃત મહોત્સવ" થીમ પર ઉજવણી કરવામાં (Azadi ka Amrit Mohotsav theme kankaria carnival) આવશે. કાકરીયા કાર્નિવલના શુભારંભ પ્રસંગે ગાંધી બ્રિજ એટલે કે અટલબ્રિજના શીર્ષક હેઠળ ભારતની આઝાદી સાથે સંકળાયેલા કેટલાક પ્રસંગોને પણ આવરી લઈ દેશના અનેક રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યની ઝલક પણ જોવા મળી આવશે. આ ઉપરાંત 150થી પણ વધારે સ્થાનિક અને અન્ય કલાકારો દ્વારા ગીત-સંગીત રૂપે મનોરંજન પૂરું પાડશે.
આ પણ વાંચો દ્વારકામાં 'દેવભૂમિ કોરિડોર' હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનશે
કયા કયા કલાકારો રહેશે હાજર: કાંકરિયા કાર્નિવલમાં (kankaria carnival 2022 timing) રાજ્યના અને હિન્દી ફિલ્મ જગતના બ્લેક સિંગર પણ હાજર રહેશે. જેમાં ભૌમિક શાહ, જીગ્નેશ બારોટ, સાઈરામ દવે, વિજય સુવાળા, આદિત્ય ગઢવી, પ્રહર વોરા, રાજભા ગઢવી, અલ્પા પટેલ, પ્રિયંકા બાસુ, મીરાંદે શાહ કલાકારો પરફોર્મન્સ આપશે. હિન્દી અને ગુજરાતી બ્લેકબેક સંગીત, ફીલસુફી ગઝલ, લોકસંગીત, હાસ્યનો દરબાર સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાજેન્દ્ર જોની, કરણ જાદુગર જેવા કલાકારો સ્ટેજ પરથી કોમેડી અને લાઈવ જાદુના કાર્યક્રમો રજુ (cm bhupendra patel will inaugurate kankaria carnival) કરશે.
આ પણ વાંચો હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા
અલગ રાજ્યોના લોકનૃત્ય: કાંકરિયા કાર્નિવલના (kankaria carnival 2022) સમાપન પ્રસંગે "આઝાદી કા અમૃત મહોત્સવ" થીમ (Azadi ka Amrit Mohotsav theme kankaria carnival) આધારિત "એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ" હેઠળ ભારતના ગુજરાત,ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મણીપુર, રાજસ્થાન, આસામ, તમિલનાડુ, હરિયાણા, દિલ્હી, જમ્મુ કાશ્મીર, કેરાલા, ઓરિસ્સા, જેવા જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્ય પણ રજૂ કરવામાં આવશે. આ સાથે કાંકરિયા કાર્નિવલમાં (kankaria carnival 2022) આવી રહેલા લોકો ટોય ટ્રેન, પ્રાણીસંગ્રહાલય, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીનાવાડી, હોરર હાઉસ, ગેમિંગ ઝોન જેવી એક્ટિવિટીની પણ મજા માણી (cm bhupendra patel will inaugurate kankaria carnival) શકશે.