બંને આરોપી રાજસ્થાન બોર્ડરથી પાકિસ્તાન જવાની ફિરાકમાં હતા. નોંધનીય છે કે, વાઘા બોર્ડરથી 285 KM દુર બંનેના લોકેશન મળ્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસે બંને આરોપીઓ પર અઢી લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ગુજરાત ATSએ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના નાકા હિંડોળા વિસ્તારમાં 18 ઓક્ટોબર શુક્રવારે હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નેતા કમલેશ તિવારીની ગોળી મારીને હત્યા થઈ હતી. પોલીસે ગુજરાતના સુરતમાંથી અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરી હતી.