અમદાવાદ : પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના 68માં જન્મદિવસ નિમિત્તે કડીમાં રજતતુલા અને મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. જે કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલને જન્મદિવસની શુભેચ્છા આપવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પાટીલે નીતિન પટેલને કહ્યું આગળ વધે : નીતિન પટેલના જન્મદિને શુભેચ્છા પાઠવ્યા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, 40 વર્ષ પહેલા સહકારી તંત્રમાંથી રાજકીય ક્ષેત્રે પ્રવેશે છે અને તમારા બધાના પ્રેમથી સતત ચૂંટણી જીતતા આવ્યા અને ડેપ્યુટી સીએમ પદ સુધી પહોંચ્યા હતા. એવા નીતિન પટેલે પાર્ટીના ભીડભંજન બન્યા હતા અને ખૂબ મહત્વની ભૂમિકા ભજવીને પ્રજાલક્ષી સેવાના કામો કર્યા છે અને અપેક્ષા છે કે તેઓ રાજકીય ક્ષેત્રે હજુ વધુ આગળ વધે.
નીતિન પટેલ હિન્દી શીખે છે : સી.આર. પાટીલે વધુમાં કહ્યું હતું કે, નીતિન પટેલ ગુજરાતમાં જાણીતા છે પણ હવે દેશમાં જાણીતા બનશે. પીએમ મોદીએ તેમને 5 રાજ્યોમાં ચૂંટણી માટે પ્રભારી બનાવીને તેમની મોટી જવાબદારી સોંપી છે. તેમની કાર્ય કરવાની શક્તિ જોઈને તેમને પાંચ રાજ્યોની જવાબદારી આપી છે. નીતિન પટેલ હવે તો હિન્દી શીખી રહ્યા છે. કલ્પના કરો કે નીતિન પટેલ હિન્દીમાં ભાષણ આપશે ત્યારે કેટલા ગુજરાતી શબ્દો બોલશે. પાટીલના નિવેદન પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે નીતિન પટેલને 2024ની લોકસભામાં સાંસદ તરીકે ટિકિટ મળશે અને તેઓ સાંસદ થશે.
નીતિન પટેલની કામ કરવાની સ્ટાઈલ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, નીતિન પટેલની કામ કરવાની પદ્ધતિ અલગ છે. તેમની પાસે કામ લઈને જાવ તો તેમનો જવાબ સાંભળીને તમે નીકળી જાવ તો પત્યું, તમારું કામ ન થાય. પણ તેમનો જવાબ સાંભળ્યા પછી થોડીક વાર બેસો, રાહ જૂઓ તો પાછા બોલાવે અને પુછે બોલો શું કામ હતું અને પછી તમારું કામ થઈ જાય.
નીતિન પટેલનું જીવન : ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે, નીતિન પટેલ પાસેથી પાણીપુરીના પૈસા ન નીકળે પણ શીરો ખાવાના પૈસા નીકળે. એટલે તેઓ કામ જોઈને યોગ્ય રાહ ચિંધતા હતા અને પ્રજાલક્ષી કામ કરતાં હતા. નીતિન પટેલનું જીવન લોકપ્રતિનિધિનું રહ્યું છે. પાર્ટી અને સરકાર તરફથી શુભેચ્છા પાઠવું છું.
નીતિન પટેલ મારાથી એક વર્ષ નાના છે. સાઈઝમાં ભલે નાના હોય પણ તેમની હાઈટ બહુ મોટી છે. આમ કહીને તેમણે નીતિન પટેલના વજન પર કહ્યું હતું કે, નીતિન પટેલ તમારુ વજન ઓછુ છે. જેથી રાજતતુલામાં સંસ્થાઓને દાન ઓછું મળશે. મારી નમ્ર અરજ છે કે 71 કિલો કરી દો અને 100 કિલો કરશો તો વધુ આનંદ થશે. અંતમાં નીતિન પટેલે જન્મદિને શુભેચ્છા આપવા આવેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને આજે તેમણે રાજકીય નિવેદન આપવાનું ટાળ્યું હતું. આજે તેઓ ખિલખિલાટ હસતા દેખાયા હતા અને કહ્યું હતું કે મહેસાણા અને કડીનું મારા માથે બહુ મોટું ઋણ છે. - સી.આર. પાટીલ (પ્રદેશ પ્રમુખ)
નીતિન પટેલનો દિલ્હી તખ્તો શું ?: રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે નીતિન પટેલને દિલ્હી લઈ જવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આજના પાટીલના નિવેદન પરથી એમ કહેવાતું હતું કે, હિન્દી શીખી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે વધુ આગળ વધે અને તેમની કામ કરવાની ક્ષમતા વધુ છે, તે PM મોદી સારી રીતે જાણે છે. આવા બધા નિવેદનથી નક્કી છે કે તેઓને લોકસભાની ચૂંટણીમાં સાંસદની ટિકિટ આપવામાં આવશે.
- 9 Years Of Modi Govt: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ઉત્તરાખંડ પહોંચ્યા, કેન્દ્રની ઉપલબ્ધિઓની કરી ચર્ચા
- Navsari News : ગણદેવીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે પાટીલે પુરની સામગ્રીનું કર્યું વિતરણ
- Bihar Politics : લોકસભા ચૂંટણીને લઈને નિવેદનબાજી શરુ, લાલુ પાસે વોટ મેળવવાની ક્ષમતા નથી સુશીલ મોદીએ કહ્યું