આ ચુકાદાના કારણે રાજ્યની અન્ય 6 જેટલી ખાનગી યુનિવર્સિટી ઓની પ્રવેશ પ્રક્રિયા પણ આ જ રીતે કરવાની થશે તેવો અરજદાર સંદીપ મુંજ્યાસરાએ દાવો કર્યો હતો. અત્યાર સુધી આ ખાનગી યુનિવર્સિટીઓ પોતાની મનઘડત રીતે જ મનફાવે તેમ પ્રવેશ પ્રક્રીયા કરતી હતી. જે ને લઇ અરજદાર સંદીપ મુંજ્યાસરા દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટના આદેશ બાદ હવે પ્રવેશ પ્રક્રીયા માટે આઇઆઇટી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટે GATEની પરીક્ષા આધારે જ મેરીટ મુજબ પ્રવેશ પ્રક્રીયા કરવાની રહેશ.જેના કારણે વિદ્યાર્થીઓને 10થી15 હજાર સુધીનો ફોર્મ ફી વિગેરેનો ખર્ચો પણ બચશે અને કાયદેસર રીતે લાયક ઉમેદવાર પ્રવેશ મેળવી શકશે.
અરજદાર સંદીપ મુંજ્યાસરાએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને મુખ્ય એ ફાયદો થવાનો છે કે જે યુનિવર્સિટી પોતાની સંસ્થા લેવલની ટેસ્ટના નામે મનમાની રીતે વર્તતી હોય છે કે મનઘડત રીતે એડમિશન આપતી હોય તો એ નહી આપી શકે. માત્ર ગેટસ સ્કોરના આધારે જ એડમિશન આપી શકશે. જો તેના આધારે વિદ્યાર્થીઓ નહિં મળે તો તે સીટો ખાલી રહેશે,પરંતુ તેઓ પોતાની રીતે એડમિશન નહી આપી શકે. રાજ્ય સરકાર જો આ તમામ યુનિવર્સિટીઓને એક પ્લેટફોર્મ પર લાવશે તો વિદ્યાર્થીઓને થતો 10 થી 15 હજારનો ફોર્મી ફીસનો ખર્ચોને એ પણ નહી થાય.