ન્યૂજ ડેસ્કઃ જનતા કર્ફ્યુને આજે દેશની જનતાએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. જેને લઈ આજે રાજ્યમાં એસટી, બીઆરટીએસ, રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા. આ સાથે જ તમામ રસ્તાઓ પણ સુમસામ ભાષતા નજરે ચડ્યા છે.
આ તકે રાજ્યનું કેપીટલ સીટી ગણાતા એવા અમદાવાદ શહેરમાં પણ પરિમલ ગાર્ડન, લાલદરવાજા, મૂર્તિમલ કોમ્પલેક્ષ, માણેકચોક સોની બજાર સહિતના તમામ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે. રસ્તા પર પણ ગણતરીના વાહનો જોવા મળ્યા હતા. લોકોએ ખોરાક સામગ્રી અને ખાણી પીણીના સામાનનો સંગ્રહ કરી લીધો છે. જેના લીધે શનિવારે કરિયાણા તેમજ દૂધની ડેરીએ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
આ ઉપરાંત રાજકોટ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી ગણાતા એવા સુરત શહેર અને અન્ય શહેરોના રોડ રસ્તાઓ પણ સુમસામ ભાષતા નજરે ચડ્યા હતા. આ તકે દેશવાસીઓએ ક્યાંકને ક્યાંક લડાઇ લડવા જનતા કર્ફ્યુને સમર્થનને પ્રતિસાદ આપ્યો હોય તેવુુ કહેવામાં નકારી ન શકાય.
સરકાર દ્વારા બસ સેવા બંધ હોવાથી મુસાફરો પણ અટવાયા છે. મહત્વનું છે કે ગુજરાતના કેટલાક જિલ્લામાં દુકાનદારો દ્વારા બે દિવસ પહેલાથી જ સ્વંયભુ બંધ પાળવામાં આવ્યું હતું.